ઈન્ડિયન એરફોર્સે આ બોમ્બથી પાકિસ્તાનને ચટાડી ઘૂળ, અત્યંત શક્તિશાળી હોય છે થાઉસન્ડ પાઉન્ડર બોમ્બસ, આમ મચાવે છે તબાહી
ભારતે પુલવામામાં CRPF જવાનોની શહાદતનો બદલો લઈ લીધો છે. અહેવાલો પ્રમાણે, રાતે લગભગ સાડા ત્રણ વાગ્યે એરફોર્સે એલઓસી પાસે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર 1 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા છે. પાકિસ્તાન પર બહુ શક્તિશાળી થાઉસન્ડ પાઉન્ડર નામનો બોમ્બ વરસાવાયો હતો. સૂત્રો પ્રમાણે, આ શક્તિશાળી બોમ્બનું નિર્માણ મધ્ય પ્રદેશના જબલપુરની આર્મમેન્ટ ફેક્ટરીમાં થાય છે.
– જીઆઈએફ હાલ 100થી 120 કિલો એરિયલ બોમ્બની બોડી તૈયાર કરે છે. આ સિવાય અહીંયા એમુનેશનલ બોક્સ, હેન્ડ ગ્રેનેડ અને સુરંગરોધી બોમ્બ પણ બનાવાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના લગભગ 12 મિરાજ 2000 વિમાનોએ સરહદ પાર આતંકવાદી કેમ્પો પર આ જ બોમ્બથી હુમલો કર્યો છે. તેનાથી આખો વિસ્તાર ધ્વસ્ત થયો છે.
– મીડિયા અહેવાલો પ્રમાણે, ઈન્ડિયન એરફોર્સના ફાઈટર જેટે પંજાબના આદમપુરથી ટેકઓફ કર્યું હતું. ફાઈઠર જેટ પીઓકે સાથે જ પાકિસ્તાનના 50 કિમી અંદર ઘૂસી ગયા હતા. તેમણે બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા તબાહ કરી નાંખ્યા. એમ કહેવાય છે કે, આઈએસઆઈએ જૈશના વડા મસૂદ અઝહરને રાવલપિંડીથી બહાવલપુર મોકલી દીધો છે અને તેની સુરક્ષા વધારી દીધી છે.
અમેરિકાએ કર્યો છે આવા બોમ્બનો ઉપયોગ
દેશમાં સૌથી મોટા બોમ્બ કહેવાતા થાઉસેન્ડ પાઉન્ડર બોમ્બની સૈન્યમાં સૌથી વધારે માંગ છે. સૈન્ય તેનો ઉપયોગ દુશ્મનનોનાં બંકર તોડવાની સાથે ઈમારતોમાં છૂપાયેલા દુશ્મનોને ખતમ કરવા માટે કરે છે.
આમ મચાવે છે તબાહી
ઓર્ડનેન્સ ફેક્ટરી ખમરિયામાં ધરતીને ધ્રુજાવી દેતા થાઉસન્ડ પાઉન્ડર બોમ્બ અને એરિયલ બોમ્બ સિવાય લગભગ 2 ડઝનથી વધારે નાના તેમજ મોટા ઉત્પાદન કરાય છે. એર ફોર્સ ડે પર પણ આ બોમ્બને પબ્લિક ડિસ્પ્લે માટે રખાય છે. આ દરમિયાન અહીંયા બનનાર બોમ્બની શક્તિ વિશે જણાવાય છે. આ બોમ્બ એટલો પ્રભાવશાળી હોય છે કે, તેનો બ્લાસ્ટ ધરતી ધ્રુજાવી દે છે. આનો હુમલો ઘણા કિમી સુધી હોય છે અને આસપાસની તમામ વસ્તુ માટીમાં ભળી જાય છે. પાકિસ્તાન પર જ્યારે આ બોમ્બ પડ્યો હશે તો અનેક કિમીનો વિસ્તાર તબાહ થઈ ગયો હશે.
આ પણ વાંચજો
- ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા
- જે ‘ફાયટર જેટ મિરાજ-2000’એ પાકિસ્તાનમાં તબાહી મચાવી, જાણો તે કેટલું તાકતવર છે