કાલાવડના સોરઠા ગામની કરૂણ ઘટના! કૂવામાં પડેલા બળદને બચાવવા જતા ખેડૂતનું મોત, બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
જામનગર જિલ્લાના (Jamnagar) કાલાવાડ (kalavad) તાલુકાના સોરઠા (Sortha) ગામે એક કરૂણ (Shocking News) ઘટના ઘટી છે. અહીંયા એક ખેડૂત (Farmer) અને બળદના (Bull) કૂવામાંથી મૃતદેહ મળી (Dead Body) આવ્યા છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત કરી અને આ બંને મૃતદેહો કાઢયા છે ત્યારે ખેડૂત કૂવામાં બળદને કાઢવા જતા મૃત્યુ (Death) પામ્યા હોવાની શક્યતા છે. બનાવની જાણ થતા ફાયરનો (Fire Brigade) કાફલો પહોંચી ગયો હતો અને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ મુજબ કૂવામાંથી ખેડૂત અને બળદના કોહવાયેલા મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આશંકા છે કે બળદને બચાવવા માટે ખેડૂત કૂવામાં પડ્યા હોવાથી ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હશે. ઘટનાને પગલે સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહ બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાયરની ટીમ કૂવા પર રેસ્ક્યુ સીડી મૂકીને દોરડાઓ સાથે ખાટલો નાખી બળદ અને ખેડૂતનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
બળદને બચાવતા કૂવામાં ડૂબ્યા હોવાનું અનુમાન
બનાવને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ બળદને બચાવવા જતાં ખેડૂત પોતે કૂવામાં પડીને ડૂબી ગયા હોય તેવું અનુમાન છે. જો કે, સ્પષ્ટ વિગતો તપાસના અંતે જ બહાર આવશે તેવું જાણવા મળ્યું છે.
રાજકોટમાં ટ્રકની અડફેટે યુવતીનું મોત
શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બેકાબૂ ટ્રકની અડફેટે બાઈક સવાર એન્ગેઝ્ડ કપલને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ટ્રકના ટાયરમાં ફસાઈ જવાને કારણે યુવતીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે બંને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતકના મંગેતરની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..