મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 3 કરોડનું રક્તચંદન ઝડપાયું; ​​​​​​​લુધિયાણાથી આવેલું કન્સાઇમેન્ટ દુબઈ જવાનું હતું, તપાસ શરૂ

મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં ડીઆરઆઈએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના 177 લોગ્સ જપ્ત કરાયા હતા.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા બુધવારના સાંજના સમયે લુધીયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુજ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને એમઆઈસીટીમાં રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદનના ટિમ્બર લોગ્સ મળી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ 177 રક્તચંદનના લોગ્સ હોવાનું સામે આવ્યું હતું.

જેનું વજન કરતા તે 5.4 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો લુધીયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ થવાનો હતો. પરંતુ તેવું થાય તે પહેલાજ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો.

બે મહિના પહેલાં જ મુંદ્રાથી 6 કરોડનું લાલચંદન ઝડપાયું હતું
ડીઆરઆઈએ હજી બે મહિના પહેલાજ મુંદ્રા પોર્ટથી 6 કરોડ જેટલી કિંમત ધરાવતું લાલચંદન ઝડપ્યું હતું. ત્યારે તે બ્રાસના ડિક્લેરેશન સાથે નિકાસ કરવાની પેરવીમાં હતું ત્યારે સીએફએસથી ઝડપાયું હતું. આટલા ટુંકા ગાળામાંજ વધુ એક આ પ્રકારનું કન્સાઇમેન્ટ ઝડપાતા એજન્સીઓ દોડતી થઈ હતી.

રેલ માર્ગે આવ્યું કન્ટેનર, એક્સપોર્ટર લુધિયાણાનો
પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર રેલવે માર્ગે લુધીયાણાથી મુંદ્રા સુધી આવ્યું હોવાનું ખૂલ્યું હતું. જેની એક્સપોર્ટર પાર્ટી પણ લુધિયાણા સ્થિત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો