બ્લડ ડોનેટ કરવાથી બીજાને જ નહીં તમને પણ થશે આવા જોરદાર ફાયદા

હંમેશા લોકોને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારા રક્તદાનને કારણે કોઈનું જીવન બચી શકે છે. પરંતુ ઘણાં લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં બીમારી આવે છે, અશક્તિ થઈ જાય છે.

ભ્રમ કાઢી નાખો

તમને જણાવી દઈએ કે બ્લડ ડોનેટ કરવાથી બીમારી કે અશક્તિ નથી આવતી, ઉપરથી બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને પણ અમુક ફાયદા થાય છે.

બ્લડ ડોનેટ કરવાથી નથી આવતી અશક્તિ કે કોઈ બીમારી, ઉલ્ટાનું થાય છે આવા જોરદાર ફાયદાઓ

હાર્ટ અટેકની સંભાવના ઘટે છે

બ્લડ ડોનેટ કરવાથી હાર્ટ અટેકની સંભાવના ઓછી થાય છે. કારણકે રક્તદાન કરવાથી લોહી અમુક પ્રમાણમાં પાતળું થઈ જાય છે અને તેનાથી લોહી ગંઠાઈ જવાની કે બ્લોકેજની સમસ્યાઓ નથી ઉભી થતી.

તંદુરસ્તી

વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવે છે. બ્લડ ડોનેટ કર્યા પછી શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે, જેનાથી શરીરમાં તંદુરસ્તી આવે છે.

લિવરની સમસ્યાઓથી રાહત

શરીરમાં વધારે પ્રમાણમાં આયર્ન હોય તો તે લિવર પર પ્રેશર નાખે છે. રક્તદાન કરવાથી આયર્નનું પ્રમાણ બેલેન્સ થઈ જાય છે અને લિવરને લગતી સમસ્યાઓથી રાહત મળે છે.

આ વાતોનું ધ્યાન રાખો

  • 18 વર્ષની ઉંમર પછી જ રક્તદાન કરો.
  • રક્તદાતાનું વજન 45થી 50 કિલોગ્રામથી ઓછું ન હોય.
  • રક્તદાન કર્યાના 24 કલાક પહેલાથી કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો.
  • મેડિકલ તપાસ કર્યા પછી જ રક્તદાન કરો અને સુનિશ્ચિત કરો કે તમને કોઈ બીમારી ન હોય.

રક્તદાન હૃદયરોગનું જોખમ ઘટાડી હૃદયને નવું જોમ આપતું હોવાનું તારણ

તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું ફલિત થયું છે કે , રક્તદાન કરનારા શિફ્ટ વર્કર્સ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે . ઓસ્ટ્રીયામાં તાજેતરમાં થયેલા સંશોધનમાં આ બાબત સામે આવી હતી. ઓસ્ટ્રીયન સંશોધકો અભ્યાસને અંતે એવા નિર્ણય પર આવ્યા હતા. સામાન્ય રીતે શીફટમાં કામ કરનારા કર્મચારીઓના લોહીમાં રહેલા રક્તકણો પર લોહીમાં જ પેદા થતા પ્રવાહી કચરા ( ક્લોટ ) ની વિપરીત અસર પડતી હોય છે તેના કારણે કોષોને પ્રાણવાયુ પહોંચાડવાના કાર્યમાં પણ નવા અને યુવાન રક્તકણો તે ખલેલ પહોંચે છે.

તેનો ઉપાય છે લાહીમાં ભડતા નવા અને યુવાન રક્તકણો માટે લોહીના જૂના રક્તકણોનો નિકાલ ફરજિયાત જેવો બને છે. જે શરીર પોતાની રીતે કરતું જ હોય છે પણ તે પ્રક્રિયા ધીમી હોય છે. જ્યારે રક્તદાનમાં તે પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો