અમદાવાદ ભાજપની મહિલા કાર્યકરના મંત્રી પર સનસનીખેજ આક્ષેપ: ક્વાર્ટરમાં બોલાવી અનૈતિક સબંધો બાંધતા મહિલા કાર્યકરે પત્ની તરીકે હક માંગ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ તાલુકાના ધારાસભ્ય તથા અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ અમદાવાદ ભાજપની એક મહિલા કાર્યકરે સનસનીખેજ આરોપ કરતાં ચકચાર મચી છે. મંત્રીએ ભૂતકાળમાં આ મહિલાને ગાંધીનગરના MLA કર્વાટરમાં બોલાવીને અનૈતિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ સાથે મહિલાએ જણાવ્યુ હતુ કે, ગજેન્દ્રસિંહે તેણીને પત્ની તરીકેના હક્ક આપવાનું કહીને સંબંધ બાંધ્યો હતો. જે અંગે થોડા મહિના અગાઉ વિવાદ થયો હતો. આ દરમ્યાન થોડોક સમય શાંતિ રહ્યા બાદ આ મહિલા કાર્યકરે ન્યાય મેળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતાં મહિલાએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા ફરીથી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિવાદના વમળમાં ફસાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગજેન્દ્રસિંહ પરમારને અમદાવાદ ભાજપની એક મહિલા કાર્યકર સાથે મીઠા સંબંધ હોવાની વાત ગત વર્ષ ખૂબ જ ચર્ચા જગાવી હતી. તે સમયે પણ આ મહિલા કાર્યકરે ગજેન્દ્રસિંહ પરમાર પર અનેક આક્ષેપો કર્યા હતા. જેને લઈને કેટલાક ભાજપના મોટામાથાઓમાં પણ હલચલ મચી ગઈ હતી.

બીજી તરફ મહિલા કાર્યકરની આ રજૂઆતને કોઈ પ્રતિસાદ ના મળતા મહિલા ફરીથી આક્ષેપબાજી શરૂ કરતા ભાજપ કેમ્પમાં આ મુદો ફરીથી ચર્ચાસ્પદ બની ગયો છે. મહિલાએ તેણીને અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પત્ની હક નહીં આપે તો તેણીએ આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી દેતા આ મામલે મંત્રી ફરીથી વિવાદના વમળોમાં ફસાયા છે. જો કે આ મામલે સાબરકાંઠા ભાજપના નેતાઓ તેમજ ખુદ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ચૂપકીદી સેવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો