UP BJPમાં ખળભળાટ! યોગી, બાબા નહીં બબાલ છે, ભાજપમાંથી 100 MLAના રાજીનામા પડશે, UPના નેતાનો દાવો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી નેતાઓના જવાની પ્રક્રિયા ચાલુ જ છે. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ બાદ બે ધારાસભ્યો મુકેશ વર્મા અને વિનય શાક્યએ પણ ગુરુવારે ભાજપને અલવિદા કહી દીધું. તો બીજી તરફ, યોગી સરકારમાં આયુષ મંત્રી ધરમ સિંહ સૈનીએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો છે, જો કે તેમણે પોતે આની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ મુકેશ વર્માએ દાવો કર્યો છે કે લગભગ 100 ધારાસભ્યો BJPને બાય બાય કહી શકે છે.

મીડિયા સાથીને વાતચીતમાં સ્વામી પ્રસાદે કહ્યું કે, ભાજપે બીન જામીનપાત્ર વોરન્ટ જારી કરીને વિચાર્યું હતું કે સ્વામી પ્રસાદ મૌર્યને ડરાવી દશે,ધમકાવી દેશે. એક બિનજામીનપાત્ર વોરંટ નહીં એક ડઝન આવશે, જેટલા બિન જામીનપાત્ર વોરન્ટ આવશે તેટલી જ તાકાતથી સ્વામી પ્રસાદ મૌર્ય પણ હુમલો કરશે. બિનજામીનપાત્ર વોરંટ મારા રાજીનામાના બરાબર 1 દિવસ પછી આવ્યું છે, એક નિર્દોષ બાળક પણ જાણી શકે છે કે ચાવી ક્યાંથી ભરાઈ છે. મારું ઘર હવે બળવાખોરોનું મુખ્ય મથક બની ગયું છે.

100 ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો
બીજી તરફ શિકોહાબાદ વિધાનસભા સીટના બીજેપી ધારાસભ્ય મુકેશ વર્માએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ દાવો કર્યો છે કે અમારી સાથે 100 ધારાસભ્યો છે અને બીજેપીને દરરોજ ઈન્જેક્શન લાગશે. તેમણે કહ્યું કે, બીજેપીમાં દલિતો અને પછાતનું કોઈ સન્માન નથી કરવામાં આવતું. તેમણે દાવો કર્યો કે, પછાતને ટાર્ગેટ કરીને નોકરીઓ નથી આપવામાં આવતી. વર્માએ કહ્યું કે, ભાજપ દલિત, લઘુમતી અને પછાત વિરોધી છે.

સર્જનથી બન્યા રાજકારણી
ડૉ.મુકેશ વર્મા મૂળ ફિરોઝાબાદના શ્રી નગર જલેસર, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેમણે ઉત્તર પ્રદેશમાંથી જ વર્ષ 2007માં ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સીટી, આગ્રાથી એમએસ (જનરલ સર્જન) કર્યું હતું. સર્જનમાંથી તે રાજકારણી બન્યા. તેમની પત્ની પણ સરકારી ડોક્ટર છે.

2012માં બસપાની ટિકિટથી ચૂંટણી લડી હતી
મુકેશ વર્માએ બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર 2012ની ચૂંટણી લડી હતી પરંતુ તે વખતે તેઓ તેમની સીટ હારી ગયા હતા. 2017માં ભાજપે તેમને શિકોહાબાદથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ બહુમતી મેળવીને જીત્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો