યુપીમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર: કોલેજ જતી છોકરીઓને ફ્રી સ્કૂટી, મહિલાઓને 2 LPG સિલિન્ડર ફ્રી, ખેડૂતોને ફ્રી વીજળીની ઓફર

યુપી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી(BJP)એ મંગળવારે તેનો ચૂંટણીઢંઢેરો જાહેર કરી દીધો છે. BJPએ તેમના ચૂંટણી ઢંઢેરાને લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સીએમ યોગી આદિત્યનાથ સાથે બીજેપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

રોજગારી અને સ્વાસ્થ્ય વિશે શું છે BJP મેનિફેસ્ટોમાં?
– દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને રોજગારી અથવા સ્વરોજગારનો મોકો અપાશે
– રાજ્યના દરેક વિભાગની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
– સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રીમાં કોચિંગ અપાશે
– 2 કરોડના ટેબ્લેટ અથવા સ્માર્ટફોન વહેંચવામાં આવશે
– દરેક ગ્રામપંચાયતમાં જિમ અને રમવા માટે મેદાન બનાવાશે
– લાઈફ સપોર્ટવાળી એમ્બ્યુલન્સની સંખ્યાં ડબલ કરી દેવાશે
– દરેક જિલ્લામાં ડાયાલિસિસ કેન્દ્ર
– MBBS સીટ્સ બમણી કરાશે
– 6000 ડોક્ટર અને 10 હજાર પેરામેડિકલ સ્ટાફની નિમણૂક કરાશે

ખેડૂતો માટે મેનિફેસ્ટોમાં શું છે?
– ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મફત મળશે
– 5 હજાર કરોડની કૃષિ યોજના
– 25 હજાર કરોડની સરદાર પટેલ એગ્રી-ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન
– બટાટા, ટામેટાં અને ડુંગળી જેવા દરેક પાક ટેકાના ભાવે ખરીદવા માટે 1 હજાર કરોડ
– શેરડી ખેડૂતોને 14 દિવસની અંદર ચુકવણી, મોડું થશે તો વ્યાજ સહિત ચુકવણી

મહિલાઓ માટે શું છે મેનિફેસ્ટોમાં?
– કોલેજ જતી દરેક મહિલાને ફ્રીમાં સ્કૂટી
– ઉજ્જવલાનાં દરેક લાભાર્થીને દિવાળીમાં 2 ફ્રી એલપીજી સિલિન્ડર
– કન્યા સુમંગલા યોજનામાં સીમા 15 હજારથી વધારીને 25 હજાર કરાઈ
– ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે રૂ. 1 લાખની આર્થિક મદદ
– મિશન પિંક ટોઇલેટ માટે 1000 કરોડ
– વિધવા અને નિરાશ્રિત મહિલાઓને મહિને રૂ.1500 પેન્શન
– 3 નવી મહિલા બટાલિયન
– 1 કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 1 લાખ રૂપિયા સુધીની ન્યૂનતમ લોન અપાશે
– 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફતમાં યાત્રા
– મહિલા એથલીટોને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ

મેનિફેસ્ટોમાં વિદ્યાર્થીઓ માટે શું?
– દરેક મંડળમાં એક યુનિવર્સિટી
– અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી, આઝમગઢમાં મહારાજા સુહેલદેવ યુનિવર્સિટી. સહારનપુરમાં મા શાકુમ્ભરી દેવી યુનિવર્સિટી, લખનઉમાં યુપી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસ એન્ડ ફોરેન્સિક સાયન્સ, અયોધ્યામાં આયુષ શૈક્ષણિક સંસ્થાન, ગોરખપુરમાં ગુરુ ગોરક્ષનાથ આયુષ યુનિવર્સિટી, પ્રયાગરાજમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ નેશનલ લો યુનિર્વસિટી અને મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્લ યુનિવર્સિટીનું કામ પુરૂ કરવામાં આવશે.
– બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા પછી યોગીએ કહ્યું આ 25 કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર પત્ર છે. 5 વર્ષ પહેલાં પણ અમે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. તે સંકલ્પોને મંત્ર બનાવીને જે કહ્યું હતું તે કરીને બતાવ્યું છે. આગળ પણ જે કહીશું તે કરીને બતાવીશું.

બીજેપી ચૂંટણી ઢંઢેરાની અન્ય મોટી જાહેરાતો
– દરેક 18 મંડળોમાં એન્ટી કરપ્શન ઓર્ગેનાઈઝેશન યુનિટની સ્થાપના કરીશું
– મેરઠમાં કોતવાલ ધન સિંહ ગુર્જર અથ્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર
– લવ જેહાદ પર 10 વર્ષની જેલ અને 1 લાખનો ડંડ
– મેરઠ, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહચરાઈમાં એન્ટી ટેરરિસ્ટ કમાન્ડો સેન્ટર બનાવાશે
– પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં સાઈબર હેલ્પ ડેસ્ક
– 5 વિશ્વ સ્તરીય એક્ઝીબિશન અને અત્યાધુનિક કન્વેંશન સેન્ટર બનાવાશે
– 3 અત્યાધુનિક ડેટા સેન્ટર પાર્ક
– કાનપુરમાં મેગા લેધર પાર્ક
– 10 લાખ રોજગારી અને સ્વરાજોગારની તક આપવામાં આવશે
– બાબુજી કલ્યાણ સિંહ ગ્રામ ઉન્નત યોજના
– વારાણસી, મિર્ઝાપુર અને ચિત્રકૂટમાં રોપ-વે સેવા
– 200 નવી બસોની માધ્યમથી દરેક ગામોમાં બસની સુવિધા
– આખા રાજ્યમાં અન્નપૂર્ણા કેન્ટિન
– કાશી, મેરઠ, ગોરખપુર, બરેલી, ઝાંસી અને પ્રયાગરાજમાં મેટ્રો
– માછીમાર સમુદાય માટે નદીઓ પાસે લાઈફ ગાર્ડની નિમણૂક
– દિવ્યાંગો અને સીનિયર સીટિઝનને માસિક રૂ. 1500 પેન્શન

અખિલેશ યાદવે ગણાવ્યા જુઠ્ઠા વાયદા
સપા સુપ્રીમો અખિલેશ યાદવે ટ્વિટ કરીને ભાજપના સંકલ્પ પત્રને ખોટુ ગણાવ્યું છે. અખિલેશે ટ્વિટ કરીને કહ્યું છે કે, જેમના વાયદા ખોટા છે, વાતો જુઠ્ઠી છે, જેઓ દર વખતે જનતાને છેતરે છે…તેઓ ઘોષણા પત્ર કાઢે, સંકલ્પ પત્ર, વચન પત્ર અથવા શપથ પત્ર…. ઉત્તરપ્રદેશની જનતા તેમના પર વિશ્વાસ નહીં કરે. ભાજપે વિશ્વાસ ગુમાવી દીધો છે. ખેડૂત લખીમપુર, મહિલા હાથરસ, યુવા અલાહાબાદ, વેપારી ગોરખપુર અને સામાન્ય જનતા કોરોના નહીં ભૂલે.

ભાજપના કહેવા અને કરવામાં ભેદભાવ નથી
મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ સુરેશ ખન્નાએ કહ્યું કે, રાજ્યના 24 કરોડ લોકોની સેવાનો ઉદ્દેશ સામે રાખીને લોક કલ્યાણ સંકલ્પ પત્ર બનાવવામાં આવ્યું છે. તેમણે સંકલ્પ પત્રના નિર્માણમાં જોડાયેલા લોકો અને પ્રક્રિયાનો પરિચય આપતા કહ્યું કે, ભાજપના કહેવા અને કરવામાં કોઈ ફેર નથી અને આ જાણીને યુપીની જનતાએ ભાજપને ઘણાં સૂચનો પણ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો