ધંધુકામાં બનેલી ઘટના મામલે પાટીલનું નિવેદન: કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આવી કોઈપણ ધટના ચલાવી નહિ લેવાય
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાના મહેમાન બન્યા છે. જ્યાં, તેમણે ધંધુકામાં થયેલ કિશન ભરવાડની જેહાદી હત્યા મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કડક શબ્દોમાં ઘટનાને વખોડી છે અને કહ્યું છે કે આવી કોઇપણ ઘટના ચલાવી નહિ લેવામાં આવે. ભાજપ પ્રમુખ પાટીલ વડોદરા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના નવીન પેટ્રોલ પંપના ઉદઘાટન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા.
પ્રસંગ દરમ્યાન ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે કે ધંધુકા હત્યા મામલે ગૃહમંત્રી કડક પગલા લઇ રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેટલાંક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર કોઇપણ ભોગે આ પ્રકારની ઘટનાઓ સાંખી નહી લે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રમુખ પાટીલે પેટ્રોલ પંપ પરથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને સાંભળી હતી. ખાસ વાત તો એ હતી કે મનકી બાત સાંભળવા માટે ખાસ મોટી એલઈડી સ્ક્રીન મુકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.
તો વધુમાં, ભાજપ પ્રમુખે પાટીલે પાર્ટીમાં ડોનેશન મુદ્દે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓના પૈસે ચાલતી પાર્ટી છે. કાર્યકર્તાઓ 5 રૂપિયા થી લઈને 1000 રૂપિયા સુધીનું ડોનેશન કરી શકે છે. પાર્ટીમાં માઈક્રો લેવલથી ફંડ એકત્ર થઇ રહ્યું છે. તેમણે બરોડાથી કાર્યકર્તાઓના ડોનેશન અંગે જણાવ્યું હતું કે ત્યાં 350 થી વધુ કાર્યકર્તાઓએ ડોનેશન કર્યું છે. મનકી બાત સાંભળ્યા બાદ કાર્યકર્તાઓ ફંડ માટે કાર્યરત થયા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..