ગોબરથી ચુલો સળગાવો, પછી ગેસનો ભાવ 2 હજાર થાય તો પણ વાંધો નહી: ભાજપ મહિલા સાંસદ
દેશમાં એકતરફ મોંઘવારીની બુમરાણ મચેલી છે, તેવા સમયે ભાજપના એક મહિલા સાંસદે ગેસના ભાવનો એવો ઉકેલ બતાવ્યો છે કે મગજ ચકરાવે ચઢી જાય. દુનિયા,ચુલામાંથી માંડ બહાર આવી છે ત્યારે ભાજપની આ મહિલા નેતા કહે છે કે, ગોબરથી ચુલો સળગાવો પછી ગેસનો ભાવ ગમે તેટલો વધે કોઇ ફરક પડશે નહી. મહિલા ભાજપ નેતાના નિવેદન પરથી એવું લાગે છે કે તો સરકારે ઉજ્જવલા યોજના બંધ કરી દેવી જોઇએ.મોંઘવારીનો આવો લૂલો બચાવ સાંભળીને લોકોએ પણ જબરદસ્ત પ્રતિક્રિયા આપી છે.
દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનીતા દુગ્ગલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપ સાંસદ કહી રહ્યા છે કે ગાયના છાણથીચુલો સળગાવો, ગેસ મોંઘો નહીં લાગે. પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત વિશે વાત કરતા તેમણે આમ કહ્યું. કોંગ્રેસના નેતા શ્રીનિવાસે બીજેપી સાંસદનો વિડિયો શેર કરતા તેની ઝાટકણી કાઢી હતી. સુનિતા હરિયાણાના સિરસાથી ભાજપની સાંસદ છે.
'आत्मनिर्भर-भारत' पर 'मोदी-भक्त' व BJP सांसद सुनीता दुग्गल जी का 'गोबर' ज्ञान सुनिए,
फिर आपको LPG कभी महंगा नही लगेगा.. pic.twitter.com/kgYccgBI9S
— Srinivas BV (@srinivasiyc) April 11, 2022
સિરસામાં જનસભાને સંબોધતા સુનિતા દુગ્ગલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત કોને કહે છે?. આપણા ગામના ગોબરથી પોતાના ચુલા સળગાવી લેશો તો એ જ તો આત્મ નિર્ભર છે.પોતાની વાત આગળ વધારતા સુનિતાએ કહ્યું, એ પછી ગેસ સિલિન્ડર 1 હજારનો હશે કે 2 હજાર રૂપિયાનો તમને કોઈ ફરક નહીં પડશે.
આ વીડિયોને શેર કરતા ઈન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસે લખ્યું કે આત્મનિર્ભર ભારત પર મોદી ભક્ત, ભાજપ સાંસદ સુનીતા દુગ્ગલના ગાયના છાણના જ્ઞાનને સાંભળો, તો તમને એલપીજી ક્યારેય મોંઘો નહીં લાગે. કોંગ્રેસના નેતા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર ટિપ્પણી કરતા ઘણા લોકોએ બીજેપી સાંસદ પર કટાક્ષ કર્યો હતો.
આફતાબ નામના એક યૂઝરે લખ્યું કે આવા આત્મનિર્ભર નથી બનવું. ચંદન નામના એક યૂઝરે લખ્યું કે, મેડમ, તો આ કામની શરૂઆત તમારા ઘરેથી જ કરો. આમીર નામના એક યૂઝરે લખ્યું કે આ ભાજપ સાંસદને સાંભળ્યા પછી તમે હસવાનું રોકી શકશો નહી.
રોહિત યાદવ નામના એક યૂઝરે લખ્યુ કે, જો ગોબરથી જ ચુલો પ્રગટાવવાનો હતો તો પછી PM નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરના વિતરણ શું કામ કર્યા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..