ચૂંટણી પ્રચાર કરવા આવેલા BJP ધારાસભ્યને ગામવાળાએ ભગાડ્યા, હાથ જોડ્યા પણ.. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન 10 ફેબ્રુઆરી થવાનું છે. પહેલા ચરણમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની સીટો પર ચૂંટણી થવાની છે. અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોને ચૂંટણીને ધ્યાન લઈને વિધાનસભા વિસ્તારમાં સક્રિયતા વધારી દીધી છે. એ જ ક્રમમાં પ્રચાર કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને મુજફ્ફરનગરની ખતોલી વિધાનસભા સીટ પરથી ઉમેદવાર વિક્રમ સૈનીને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો.

વિરોધ એટલો વધી ગયો કે અંતે તેણે પોતાની ગાડીમાં બેસીને નીકળવું પડ્યું. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને મુજફ્ફરનગરની ખતોલી વિધાનસભાના ઉમેદવાર વિક્રમ સૈની પોતાના વિસ્તારના ગામ મનવ્વરપુરમાં એક મીટિંગ માટે પહોંચ્યા હતા. ગ્રામજનોએ વિક્રમ સૈનીને ગામમાંથી ભગાવી દીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય વિક્રમ સૈની ગાડીમાં બેસીને હાથ જોડતા પણ જોઈ અને સાંભળી શકાય છે.

ચૂંટણી પહેલા ઉમેદવારો અને નેતાઓના વિરોધની ઘટના પહેલા પણ આવી ચૂકી છે. હાલમાં જ સંભલ ચંડોસી વિધાનસભા વિસ્તારથી તાત્કાલિક ધારાસભ્ય અને પ્રદેશના માધ્યમિક શિક્ષણ રાજ્ય મંત્રી ગુલામ દેવીને BJP દ્વારા એક વાર ફરી ઉમેદવાર બનાવવાના વિરોધમાં મોરચો ખોલતા પાર્ટીના 200 બુથ અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા હતા. પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત ચૂંટણી આયોગે કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભા સીટો માટે 7 ચરણમાં મતદાન થશે. આ ચરણો હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. 10 માર્ચે પરિણામ આવશે.

વીડિયોમાં પબ્લિક ગુસ્સામાં નજરે પડી રહી છે અને વારંવાર એક વાત કહી રહી છે કે ધારાસભ્ય જી આ વખત ધારાસભ્ય બનીને દેખાડી દો. વીડિયોમાં ગ્રામજનો વિક્રમ સૈનીને ઘેરતા પણ નજરે પડી રહ્યા છે ત્યારબાદ તેમને બોડીગાર્ડ ત્યાંથી કાઢીને ગાડીમાં લઈ જાય છે અને પછી તે ત્યાંથી તેઓ જતા રહે છે. ઘટનાને લઈને સૈનીએ કહ્યું કે ત્યાં બે છોકરા હતા જેમણે દારૂ પી રાખ્યો હતો અને માત્ર તેઓ જ વિરોધ કરી રહ્યા હતા. પહેલા પણ ગઠબંધન ઉમેદવાર રાજપાલ સૈની સાથે હતા અને અત્યારે પણ છે માત્ર 2 લોકોએ મારો વિરોધ કર્યો અને બાકી ગામ મારી સાથે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો