ધારાસભ્ય ધારે એ જ કરી શકે, બાકી તો બધા છક્કા છે: મધુ શ્રીવાસ્તવ, સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે અથવા તો પોલીસ ખાતું આવે કોઈની પણ તાકાત નથી દબાણ દૂર કરવાની

વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત પોતાના આંકરા તેવર બતાવ્યા છે. મધુ શ્રીવાસ્તવને ભાજપના દબંગ ધારાસભ્ય કહેવામાં આવે છે. તેઓ અલગ-અલગ મુદ્દે અને ક્યારેક તો પક્ષની સામે પણ બાંયો ચઢાવે છે. જરોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક દબાણોને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી આ વેપારીઓ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારે સરકારી અધિકારીઓની સામે ગ્રામ પંચાયતના દબાણ મુદ્દે મધુ શ્રીવાસ્તવ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે અથવા તો પોલીસ ખાતું આવે કોઈની પણ તાકાત નથી દબાણ દૂર કરવાની. અધિકારીને કડક શબ્દોમાં ચેતવણી આપ્યા બાદ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા ગામના લોકોને થોડું સમજીને પોતાની રીતે થોડું દબાણ હટાવી દેવા પણ જણાવ્યું છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બધાની બરબાદી કરવી છે તમારે બે ચાર લોકોએ. શાંતિ રાખો ભાઈ. આ કોઈ મુરદા માણસ નથી. આ ધારાસભ્ય છે. ધારાસભ્ય ધારે એ જ કરી શકે, બાકી તો બધા છક્કા છે સમજી લેજે. ધારેલા કામ કરી શકે તેને ધારાસભ્ય કહેવાય. એટલા માટે હું આજે કહેવા માટે આવ્યો છું કે દબાણો ગામના લોકો તમારી રીતે થોડા દૂર કરી લો જેથી આવવા જવા માટે કોઈને મુશ્કેલી ન પડે. હું જ્યાં સુધી ધારાસભ્ય છૂ ત્યાં સુધી તૂટવા તો કોઈને નહીં દઉં, આ ખાતરી હું આપું છું. પછી ભલે સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે, પોલીસ ખાતું આવે અથવા તો કોઈ પણ આવે. હું આવું છું એટલે વાત પતી ગઈ. કલેક્ટર આવે તો પણ તેની તાકાત નથી.

આ બાબતે એક ઈન્ટરવ્યુંમાં તેમને જણાવ્યું હતું કે, દબાણો છે જે તેમને વૈકલ્પિક જગ્યા આપો. લોકો 40થી 50 વર્ષને નાનો-મોટો વેપાર કરી રહ્યા છે. આ નોટીસ નથી તાલુકાએ આપી, નથી તલાટીએ આપી કે નથી સ્ટેટવાળાએ આપી. કોઈ ચૂંટાયેલો સભ્ય નોટીસ આપીને લોકોને હેરાન કરવાના પ્રયાસ કરે તે ચલાવી લેવાય નહીં. વેપારીઓએ મને કહ્યું છે કે, સ્ટેટનો રોડ હાઈ-વેથી ડાયવર્ટ થઇ ગયો છે. પણ મોટા વાહનો અહિયાંથી જતા નથી. એટલે જે રસ્તો ખુલ્લો કરવાનો હતો તે મેં કરાવી દીધો છે. પણ નોટીસ આપવામાં આવી છે તે 100% ગેરકાયદેસર છે. નોટીસમાં તલાટી, તાલુકા અધિકારી અને જિલ્લા અથવા તો સ્ટેટ હાઈ-વે નોટીસ હોય તો તે કાયદેસર હોય છે. પણ લોકોને ખોટી નોટીસ આપીને હેરાન કરવાના પ્રયાસ કરતા હોય તો તે ચલાવી લેવાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો