અહીં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, ઘરમાં જ છે 5 સભ્યો! લોકો મઝા લઇ રહ્યા છે
દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો. મઝાની વાત એ છે કે તેમના ઘરમાં 5 સભ્યો છે પરંતુ કદાચ તેમણે પણ મત નહીં આપ્યો હોય. આ વાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહી છે અને લોકો મઝા લઇ રહ્યા છે, કદાચ ત્યાંના પેજ પ્રમુખને હવે રાજીનામું આપી દેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ વાત છે તામિલનાડુની. ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપના ઉમેદવારે વોર્ડના સભ્ય તરીકે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમને એક જ મત મળ્યો. તેમના ઘરના જ 5 મત હતા છતાં તેમને એક મત કેવી રીતે મળ્યો તે તપાસનો વિષય છે. શું ઘરના લોકોએ તેમને મત જ ન આપ્યો કે તેઓ મત આપવા જ ગયા ન હતા.
આ ન્યૂઝ મીડિયામાં ફેલાતા ટ્વિટર પર હેશટેગ સિંગલ વોટ બીજેપી ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ ઊભી થતા ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાત પર સવાલ ઊભા થઇ રહ્યા છે. લેખિકા અને એક્ટિવિસ્ટ મીના કંડાસ્વામીએ ટ્વિટ કરતા લખ્યું કે સ્થાનિય સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને એક જ મત મળ્યો. તેમના ઘરના 4 લોકોએ પણ તેમને મત ન આપ્યો તેમની ઉપર ગર્વ છે.
હવે જો આ ઉમેદવારની વાત કરીએ તો તેમનું નામ છે ડો. કાર્તિક. તેમણે કોયંબતૂર જિલ્લામાં વોર્ડ મેમ્બર માટેની ચૂંટણી લડી હતી. તેમણે દરેક રીતે પ્રચાર કર્યો પરંતુ તેમને માત્ર એક જ વોટ મળ્યો. જોકે, ભાજપ સિવાયનો એક બીજો ઉમેદવાર પણ હતો. તેના હાલ પણ કંઇક આવાજ હતા. તેને માત્ર 2 જ મત મળ્યા છે.
આ ચૂંટણી જે બેઠક માટે થઇ રહી હતી તેમાં કુલ 913 મત નંખાયા હતા. ચૂંટણી જીતનાર ઉમેદવારને 387 મત મળ્યા છે. બીજા નંબર પર રહેનારને 240 અને ત્રીજા નંબર પર રહેનારને 196 મત મળ્યા છે. કુલ 6 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા. 3 મતો રદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..