વૃક્ષારોપણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરતા મહેશભાઈ ભુવા

પૃથ્વીના પટ માં કોંક્રીટના જંગલો વધતા જાય છે હરિયાળી ઘટતી જાય છે
આપણી આસપાસ વૃક્ષો ખાસ રહ્યા નથી તેથી જ સ્વસન તંત્રના રોગોની ભેટ આપણે આપી રહ્યા છીએ.

ફ્ક્ત આપણા હિતની ચિંતા કર્યા વગર પૃથ્વીના હિતની ચિંતા પણ આપણે કરશુતો આ ધરતી પણ લીલીછમ થઈને આપણને સાચવવામાં ક્યાય પાછી નહી પડે એ ચોક્કસ જ છે.

હું વિજયભાઈ ઇટાલીયા નો ખૂબ જ આભારી છું કે આજે મારા જન્મદિવસના દિવસે એક વૃક્ષ ની ભેટ આપી અને એ વૃક્ષ ને જતન કરી મોટું કરવાની જવાબદારી સ્વીકારી.

આખુ વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનું ગુલામ બની ગયું છે.વિકાસની આંધળી દોટમાં આપણે પર્યાવરણનું નીકંદન કાઢી રહ્યા છીએ. આજે તાપમાન ૪૭ ડીગ્રી સુધી પહોંચી ગયું છે. મીત્રો અત્યારે ખરેખર વૃક્ષો સાથે દોસ્તી કરવાની જરૂર છે. એક મનુષ્યને જીવનમાં પુરતા ઓક્સિજન માટે ૧૮ વૃક્ષની જરૂર પડે છે. અને એક વૃક્ષ બે એસી જેટલી ઠંડક ઉત્પન કરે છે. તો મીત્રો ઓકિસજન વેચાતો લેવો છે કે વૃક્ષો વાવવા છે?

શા માટે તમારા જન્મદિવસ પર મીણબત્તીઓ બાળવાના બદલે વૃક્ષો નથી વાવતા?

વૃક્ષો વાવેતર દ્વારા તમારા જન્મદિવસ ઉજવો, વૃક્ષો તમારી ઉંમર સાથે વધે છે અને તમને તેમના ફૂલોની જેમ ખૂબ જ આનંદ આપે છે.

સમસ્ત લેઉવા પટેલ સમાજ વતી મહેશભાઈ ભુવાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા..

🌳🌳વૃક્ષો વાવો અને વૃક્ષોને બચાવો🌳🌳

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો