બાઈકિંગ ક્વીન્સ: બાઈક પર એવરેસ્ટ બેઝકેમ્પ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની

બાઇકિંગ કરવું એ હંમેશાં પુરુષોનો ગઢ રહ્યો છે. પણ હવે આમાં મહિલાઓ પણ એન્ટ્રી લઈ રહી છે અને નિતનવાં રેકોર્ડ બનાવી રહી છે. સુરતની બાઇકિંગ ક્વીન્સ તરીકે ઓળખાતી ત્રણ લેડી બાઇકર્સ ડો. સારિકા મહેતા, જિનલ શાહ અને રુતાલી પટેલે તારેજતરમાં એવરેસ્ટ બેઝકેમ્પ પર બાઇક ચલાવી ઈતિહાસ રચ્યો છે. આ જગ્યાએ બાઇક લઈને રાઇડ કરનારી તેઓ વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની છે. ‘રાઈડની શરૂઆત કરી ત્યારે અઘરી લાગતી ન હતી. પરંતુ જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ રાઈડ અઘરી થતી જતી. અમે એવરેસ્ટ બેઝ કેમ્પ પર જઈ રહ્યાં હતાં ત્યારે અમારી પાસે ભોજન પણ પતી ગયું હતું. રસ્તા પર માત્ર બરફ જ હતો. તેમ છતાં અમે હાર્યા વગર આગળ વધ્યા હતાં. અને માઈનસ 5 ડિગ્રીમાં 300 કિલોમીટર સુધી બાઈક રાઈડ કરી હતી.’ 25 દેશ અને 3 ખંડના પ્રવાસ પર નિકળેલી બાઈક ક્વીન્સના લેડી બાઇકર સારીકા મહેતાએ આ ટ્રિપના અનુભવ શેર કર્યા હતાં.

16 JUNE, 2019

16 જૂને અમે એવરેસ્ટ બેઝકેમ્પથી નીચે ઊતર્યા હતા. અને ઊતરીને નાગપુર જવા માટે રવાના થયા હતા. નાગપુર માટે રવાના થયા ત્યારે ખૂબ જ ઠંડી હતી. રસ્તાઓ પણ એકદમ ખરાબ હતા. ભારે વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ પર ખાડા આવતા હતા. જેના કારણે અમને બાઈક ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. એ દિવસે અમે 430 કિમી રાઈડ કરી હતી. અને અમે 18,300 ફૂટની ઊંચાઈ પર હતા, તેથી ઓક્સિજનન લેવલ ઓછું હતું.

17 JUNE, 2019

અમે ટુટુન થી ગુલમોન્દ જવાના હતા. ત્યારે રાત્રે વાતાવરણ સારું હતું. સવારે ઊઠયા ત્યારે સ્નોફોલ શરૂઆત થઈ ગઈ હતી. સ્નોફોલ એટલો બધો વધી ગયો કે અમને આગળ દેખાતું બંધ થઈ ગયું હતું. એ એરિયામાં 100થી 200 કિમી સુધી કંઈ હતુ નહીં. બાઈકને કારણે અમે ધીરે ધીરે આગ‌ળ વધતા ગયા. પરંતુ રોડ આગળથી બ્લોક થવા વાગ્યા હતા. ઠંડી માઈનસમાં હતી અટલે અમારી હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. ગ્લોવસ પહેર્યાં હોવા છતાં અમારા હાથ થીજી જતા હતા.

18 JUNE, 2019

અમે ગુલમોન્દથી નીકળવાના હતા. અમે નિકળવાનો વિચાર કરતાં હતાં ત્યાં જ બાઈક ચાલતી બંધ થઈ ગઈ હતી. કારણ કે, આગલાં દિવસે સ્નોમાં અને કીચડમાં રાઈડ કરી હતી. બાઈક શરૂ જ ન થઈ. તેમજ ગુલમોન્દમાં અમારી બાઈકનો શો-રૂમ પણ નહોતો. અમે લોકલ વેન્ડર શોધ્યા અને તેમની પાસે બાઈક રીપેર કરાવી. એ દિવસ અમારો આખો બાઈક રીપેરિંગ અને સર્વિસીંગમાં જ પસાર થઈ ગયો હતો. તેથી 18 જૂને અમારાથી રાઈડ ન થઈ.

19 JUNE, 2019

આગળના દિવસોને લીધે ઓછું અંતર કપાયું હતું. તેથી અમે રાઈડ પણ વહેલી સવારમાં શરૂ કરી હતી. અમે જેમ જેમ આગળ વધતા ગયા અને ચાઈનાની સરહદમાં પ્રવેશ કરતા ગયા તેમ નિયમો ઘણા વધતા ગયા હતા. બાઈકથી લઈને દરેક નાની વસ્તુ ચેક થતી હતી. દરેક ચેક પોસ્ટ પર અમારો અડધો કલાક બગડતો હતો. તેમને વિશ્વાસ જ નહોતો થતો હતો કે ભારતથી અમે મહિલાઓ બાઈક પર આવ્યાં છીએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો