ભાગીને લગ્ન કરનાર દીકરીઓને DGPની ઈમોશનલ અપીલ, મા-બાપની મરજીથી લગ્ન કરજો નહીંતર વેશ્યાવૃતિમાં ધકેલાતા વાર નહીં લાગે
બિહારના DGP એસકે સિંઘલે ઘેરથી ભાગી જતી દીકરીઓને એક મોટો મેસેજ આપતા જણાવ્યું કે મા-બાપની મરજીથી લગ્ન કરવામાં મજા છે નહીંતર વૈશ્યાવૃતિમાં ધકેલાતા વાર નહીં લાગે.
ભાગીને લગ્ન કરનાર દીકરીઓને મોટો મેસેજ
બિહાર DGPએ સમાજ સુધારણાના કાર્યક્રમમાં એવું જણાવ્યું કે ઘણી દીકરીઓ માતાપિતાની સંમતિ વગર ઘેરથી ભાગીને લગ્ન કરી લેતી હોય છે. તેના એટલા દુખદ પરિણામ આવતા હોય છે કે ઘણાની હત્યા થઈ જાય છે. ઘણી સારી આપણી દીકરીઓ વેશ્યાવૃતિમાં ધકેલાઈ જાય છે. તેનું કોઈ અતોપતો રહેતો નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બિહાર DGPએ કહ્યું કે હું દીકરીઓના માતાપિતાને વિનંતી કરુ છું કે તેઓ તેમના પુત્ર-પુત્રીઓ સાથે સતત હુંફાળો સંબંધ જાળવી રાખે અને તેમની સાથે વાતચીત કરતા રહે. તેમને સારા સંસ્કાર આપે. તેમની ભાવનાઓને સારી રીતે સમજે અને પોતાના પરિવારને મજબૂતીથી એક તાંતણે બાંધી રાખો.
પોલીસ તો પોતાનું કામ કરતી રહેશે પણ વાલીઓ સંતાનો પર ધ્યાન આપે
DGPએ કહ્યું કે સમાજમાં અપરાધ રોકવા માટે પોલીસ તો પોતાનું કામ કરતી રહે છે પરંતુ જો વાલી તેમના સંતાના પર ધ્યાન આપે તો પુત્ર-પુત્રી હમેંશા સારા માર્ગે આગળ વધશે. ઉલ્લેખનીય છે કે બિહારના સમસ્તીપુરમાં સમાજ સુધારણા અભિયાન કાર્યક્રમમાં ડીજીપી એસકે સિંઘલે આવું મહત્વનું નિવેદન આપ્યું હતું.
બિહારના સમસ્તીપુરમાં યોજાયો સમાજ સુધારણા કાર્યક્રમ
બિહારના સમસ્તીપુરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સમાજ સુધારણા કાર્યક્રમમાં બિહાર ડીજીપીએ આવી ઈમોશનલ અપીલ કરી હતી અને વાલીઓને તેમના સંતાનોનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં આ કાર્યક્રમની મુખ્ય થીમ ડ્રગ ફ્રી, પ્રોહિબિશન, દહેજ પ્રેક્ટિસ અને બાળલગ્ન હતી. દરમિયાન ડીજીપીએ ગુનાની દુનિયામાં યુવાન છોકરાઓના આગમન પર પણ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વાલીએ હાલમાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા બાળકો પર નજર રાખો. અમે દિવસ-રાત અભ્યાસ કર્યો ત્યારે જ અમે અહીં પહોંચ્યા છીએ. એટલે આપણા બધાની જવાબદારી છે કે આપણે આપણા દીકરા-દીકરીઓ સાથે સતત વાત કરીએ અને સારું શિક્ષણ આપીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..