ગુજરાતમાં અહીંયા છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો સંપૂર્ણ વિગત.
ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની સાથે એડ્વેન્ચર એક્ટિવિટીઝ અને થીમ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો લાભ લેવા માગો છો તો આ માટે તમે આણંદ જિલ્લામાં જઇ શકો છો. જ્યાં સૌથી મોટો વોટરપાર્ક બનાવવામાં આવ્યો છે. જેને એન્જોય સિટી નામ આપવામાં આવ્યું છે જે આણંદના બોરસદ શહેર નજીક બનાવવામાં આવ્યું છે. આ માત્ર વોટરપાર્ક નથી પરંતુ ત્યાં અનેક એક્ટિવિટીઝનો આનંદ ઉઠાવી શકો છો.
વોટર પાર્કની ટિકિટ
એપ્રિલ 2018થી આ વોટરપાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સ્થળે અનેક પ્રકારની એક્ટિવિટીઝ અને એમેનિટીઝ બનાવવામાં આવી રહી છે. જોકે હાલ માત્ર વોટરપાર્ક જ તૈયાર કરવામાં આવ્યો છે. વોટરપાર્કની ટિકિટમાં 999 + tax પુખ્તવયના માટે, 699 + tax 6થી 12 વર્ષના બાળકો માટે અને 699 + tax વડિલો માટે નક્કી કરવામાં આવી છે. આ વોટરપાર્ક અમદાવાદથી 108 કિ.મી., વડોદરાથી 40 કિ.મી., આણંદથી 35 કિ.મી., સુરતથી 172 કિ.મી. દૂર આવેલો છે.
શું છે ખાસ
આ વોટર પાર્કમાં 73 પ્રકારની સુવિધાઓ, 150 પાર્ક રાઇડ્સ, 280 હોટલ રૂમની વ્યવસ્થા છે. 200 એકર જમીનમાં બનેલા એન્જોય સિટીમાં તમને વોટર પાર્ક રાઇડ, એમ્યૂઝમેન્ટ પાર્ક, ક્લબ હાઉસ, થીમ પાર્ક, થીમ હોટલ રૂમ, રિવર ફ્રન્ટ, એડ્વેન્ચર પાર્ક, ક્લબ હાઉસ એમેનિટિઝ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સસ, ટેમ્પલ એમિનિટિઝ, હોટલ એમેનિટિઝ, સ્પિરિચ્યૂઅલ એક્ઝિબિશન અને ફ્લાવર ગાર્ડન જેવી એક્ટિવિટીમાં ભાગ લઇ શકો છો. તેમજ શોપિંગ માટે સુપર માર્કેટ બનાવવામાં આવ્યું છે.
આ એક્ટિવિટીઝનો ઉઠાવી શકો છો લાભ
આ એન્જોય સિટીમાં તમે એક્વા ફાબુલા, 3 બોડી સ્લાઇડર, ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, વિઝર્ડ સ્લાઇડ 6 લેન, ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડ, એક્વા સ્લાઇડ, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, ક્રેબ રાઇડ, સ્નેક રાઇડ, રેઇન ડાન્સ, લેઝી રિવર, રોલર કોસ્ટર, સી ઓક્ટોપસ, વોટર શૂટ, સ્કાઇ સ્વિંગર, સ્કાઇ કોપ્ટર, સ્કાઇ વ્હીલ, ડ્રોપ, કાંગારુ હોપ, ફ્લાઇંગ સ્વિંગર, સ્વિંગિંગ એનિમલ, એરો ફાઇટર, મિનિ શિપ, જાકુઝી, સ્પા, સ્ટીમ બાથ, સાઉના, રોપ કોર્સ, એટીવી રાઇડ ટ્રેક, બુંગી જમ્પિંગ, કિડ્સ બોટિંગ, બોડી ઝોર્બ, હ્યુમન સ્લિંગશોટ, જાયન્ટ સ્વિંગ, રોકેટ ઇજેક્ટર, પેઇન્ટ બોલ, એક્વા રોલર, બોટિંગ, ગ્રાઉન્ડ ટ્વિસ્ટર, કિડ્સ સ્પેશ પૂલ, હ્યુમન ગ્યારો, બુલ રાઇડ, મેલ્ટડાઉન, હોન્ટેડ હાઉસ, ટ્રમ્પોલિન, ઝિંપલાઇન, રોકવેલ ક્લેમ્બિંગ, નેટ ક્લેમ્બિંગ, રેસ્ટ એરિયા જેવી એક્ટિવિટીઝ કરી શકો છો.