સુરેન્દ્રનગરના જાણીતા બિલ્ડરના આપઘાત કેસમાં મોટો ખુલાસો, માથે હતું 4.30 કરોડનું દેવું, વ્યાજ ભરવા છતાં વ્યાજખોરો આપતા હતા માનસીક ત્રાસ
રતનપરના સહજાનંદ પાર્કમાં રહેતા 42 વર્ષીય યુવાને બે દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસો કર્યો હતો. ત્યારે પોલીસે યુવાનના નીવેદનને આધારે પાંચ વ્યાજખોરો સામે ફરીયાદ નોંધી છે. કન્સ્ટ્રકશનના ધંધામાં ખોટ આવી જતા યુવાને પાંચેય શખ્સો પાસેથી 4,30,00,000 અલગ-અલગ વ્યાજના દરેથી વ્યાજે લીધા હતા. નીયમીત વ્યાજ ભરવા છતા આ શખ્સો વધારે વ્યાજની માંગણી કરી માનસીક ત્રાસ આપતા હોવાની વિગતો યુવાને કરેલી પોલીસ ફરીયાદમાં જણાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. જરૂરીયાતના સમયે વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજ ચુકવવામાં જ વ્યકતી તેના વમળમાં ફસાતો જાય છે. જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર એક તક પોલીસને કાર્યક્રમ યોજી આવા વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને સામે આવવા અપીલ પણ કરાય છે. તેમ છતાં જિલ્લામાં વ્યાજખોરોનો આંતક અટકતો નથી. ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમા આવેલ સહજાનંદ પાર્કમાં રહેતા 42 વર્ષીય હરેશ કરશનભાઈ મોરસીયા પટેલે બે દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી પોતાના ભાઈ અમીતના ખેતરમાં એરંડામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી પરીવારજનો દ્વારા યુવાનને સારવાર માટે શહેરની ગાંધી હોસ્પીટલ લઈ જવાયો હતો. આ યુવાન સ્વસ્થ થતા જોરાવરનગર પીએસઆઈ એન.એચ.કુરેશી સહીતનાઓ દ્વારા યુવાનનું નીવેદન લેવાયુ હતુ. જેના આધારે પાંચ વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
આ ફરીયાદમાં હરેશભાઈના જણાવાયા મુજબ તેઓ કન્સ્ટ્રશનનો વ્યવસાય કરતા હતા. જેમાં ખોટ આવતા તેઓએ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા જૈમીન લાભુભાઈ જેસડીયા અને વિરેન્દ્ર લાભુભાઈ જેસડીયા પાસેથી 7 વર્ષ પહેલા રૂપીયા 80 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે આ બન્નેને 6 એકર જમીનનો દસ્તાવેજ કરી અપાયો હતો. આ ઉપરાંત રતનપરની પટેલ વાડી પાછળ રહેતા બીપીન હિંમતભાઈ વસોયા અને રતનપરની પટેલ સોસાયટીમાં રહેતા પ્રવીણ હિંમતલાલ ગોલાણી પાસેથી 1 કરોડ વ્યાજે લીધા હતા. જેની સામે રાજકોટ રોડ પર આવેલા 9 પ્લોટનો દસ્તાવેજ કરી દીધો હતો. જયારે સુરતના જીજ્ઞેશ પટેલ પાસેથી રૂપીયા 2.5 કરોડ લીધા હતા અને તેઓને રતનપર બાયપાસ રોડ પર આવેલ 2 એકરનું ખેતર અને રતનપરની જય સોસાયટીમાં આવેલા મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ શખ્સો પાસેથી વ્યાજે લીધેલ રકમનું નીયમીત વ્યાજ ભરવા છતાં તેઓ વધુ વ્યાજની માંગણી કરી અવારનવાર માનસીક ત્રાસ આપતા હતા. આથી હરેશભાઈને ઝેરી દવા પી લેવાની ફરજ પડી હતી. બનાવની ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.
કોની પાસેથી કેટલા રૂપીયા લીધા હતા ?
આરોપીનું નામ વ્યાજે લીધેલી રકમ વ્યાજનો દર
જૈમીન લાભુભાઈ જેસડીયા અને વિરેન્દ્ર લાભુભાઈ જેસડીયા 80,00,000 3 ટકા
બીપીન હિંમતભાઈ વસોયા અને પ્રવીણ હિંમતભાઈ ગોલાણી 1,00,00,000 7 ટકા
જીજ્ઞેશ પટેલ 2,50,00,000 2 ટકા
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..