તારો પતિ મારા શરીરમાં આવે છે એમ કહીંને ભૂવાએ વિધવા પર દુષ્કર્મ આચર્યું, ડિપ્રેશનમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું
સંખેડા તાલુકાના એક ગામે મંદિરના પરણિત ભુવાજીએ એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પીડિત મહિલા કોરોનાને કારણે કવોરન્ટાઇન હતી. તે સમયે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ ફૂલહારથી લગ્ન વિધિ કર્યા, પણ પછી વિધવા મહિલા તેના પિતા સાથે ઘરે જતી રહી હતી અને ડિપ્રેશનને કારણે દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આખરે પોલીસે આરોપી ભુવાજીને ઝડપી કાઢ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામે રહેતી મહિલાના લગ્ન 14 વર્ષ અગાઉ થયા હતા. લગ્ન થયા ત્યાર બાદથી તેણી અવાર નવાર ગામના મંદિરે દર્શનાર્થે જતી હતી. જ્યાં મંદિરના ભુવાજી જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલાભાઈ કાળુભાઈ પરમાર તેમના સંપર્કમાં આવ્યા હતા.
જે બાદ ભુવાજી પણ અવારનવાર તેણીના ઘરે આવ જા કરતા હતા. ગત વર્ષે કોરોનાને કારણે મહિલાના પતિનું અવસાન થયું હતું જે બાદથી બે દીકરી અને સાસુ સાથે ઘરમાં જ રહેતી હતી. ઉત્તરાયણના તહેવાર વખતે તેણીને કોરોના થતાં ડોક્ટરે હોમ કવોરન્ટાઇન થવાની સલાહ આપી હતી. આથી જીતેન્દ્રસિંહ લાલાભાઇ ભુવાજીએ કહેલું કે તેમના ઘરનો ઉપરનો માળ ખાલી હોવાથી દીકરીઓ તથા સાસુને કોરોનાનો ચેપ લાગે નહીં, એટલે અહીંયા જ ઉપરના માળે હોમ ક્વોરન્ટાઇન થઈ જાવ.
ઘર જેવા સંબંધો હોવાથી પીડિતા તેમના ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈ હતા. આ દરમિયાન બે દિવસ બાદ ભુવાજી તેણીના રૂમમાં આવેલ અને તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હતા અને ધમકી આપી હતી કે, ” જો તું આ વાત કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ.
2 દિવસ પછી ભુવાજીએ પીડિતાને કહેલું કે, તા.25 જાન્યુઆરીના રોજ તું મારી સાથે ફૂલહાર નહીં કરે તો તારું કા તો તારા ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થશે અને ફૂલહાર નહીં કરે તો તા.૨૮ જાન્યુઆરીના રોજ હું મરી જઈશ તેમ જણાવ્યું હતું અને કહેતો હતો કે તું તેજ માતાનું સંતાન છે અને તારો પતિ મારા શરીરમાં આવે છે. એટલે તારે મારી સાથે ફૂલહાર વિધી કરવી જ પડશે તેમ સમજાવી હતી.
હોમ કવોરન્ટાઇન સમય પૂરો થતાં વિધવા મહિલા તેના ઘરે જતી રહી હતી. જે બાદ તા. 25 જાન્યુઆરીના રોજ વહેલી સવારે તેણે ઘરે દીવાબત્તી કરી હાજર હતી, ત્યારે પિન્ટુભાઈ નરસિંહભાઈ રાઠવા ગાડી લઈને તેણીને લેવા માટે આવેલા અને કહ્યું હતું કે, તમે મંદિરે ચાલો તેમ કહેતાં તેણે તેની સાથે મંદિરે ગઈ હતી
અહીં મંદિરે ફુલહાર વિધીની તમામ તૈયારીઓ થઈ હતી અને માતાજીમાં શ્રદ્ધા અને આસ્થા ધરાવતી હોવાથી તેણીનો પતિ ભુવાજીમાં આવતો હશે એમ માની ભુવાજી સાથે ફુલહાર વિધી કરી હતી. આ અંગેની વાત તેના પિતાજીને કોઈએ કરતાં તેણીના પિતાજી મંદિરે આવી ગયા હતા અને પિતાજીએ ભૂવાજીને જણાવ્યું હતું કે, હિંદુ ધર્મ અનુસાર પત્ની હયાત હોય તેમ છતાં બીજું લગ્ન કરવું ગુનો બને છે. તમે મંદિરના ભુવાજી થઈને આવું કૃત્ય કરો છો જે બરાબર નથી. બીજી તરફ ભૂવાજીની પત્ની મીનાએ જણાવ્યું હતું કે, અમે બન્ને બહેનોની જેમ રહીશું.
આખરે પીડિત વિધવા મહિલાએ પોતાના પિતા સાથે જવાની સંમતિ દર્શાવી હતી. જે બાદ આશરે 4 વાગ્યાની આસપાસ ભુવાજી, નરસિંહ રાઠવા, પીન્ટુભાઇ તથા ભુવાજીના મોટાભાઇ મહેન્દ્ર સિંહ તેમના ઘરે આવેલા અને તેણીને જણાવેલ કે તે તેની સાથે ફૂલહાર કરેલ હોય તેને તેના ઘરે જ રહેવું પડશે. જેથી વિધવા મહિલાએ તેની સાથે રહેવાની ના પાડી હતી અને તેના પિતાના સાથે તે ઘરે જતી રહી હતી.
આ સાથે દવાની બોટલ પણ લઈ ગઈ હતી. તેની સાથે ફુલહાર વિધીના બનાવ બાદ સતત ડિપ્રેશનમાં રહેતી હતી અને દુષ્કર્મ બાબતે પણ સતત માનસિક તણાવમાં રહેતી હોવાથી તેના પિતાજીના ઘરે બાથરૂમમાં જઈને દવા પી લીધી હતી. જે બાદ ભાનમાં આવતાં તેણી હોસ્પિટલમાં હતી. આખરે વિધવા મહિલાએ મંદિરના ભુવાજી જીતેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..