અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, મૃત્યુના ત્રણ દિવસ બાદ પોઝિટિવ રિપોર્ટ આવતાં ડરનો માહોલ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલ (Bhopal)માં થોડા દિવસો પહેલા 9 એપ્રિલે વૃદ્ધ જગન્નાથ મૈથિલ (Jagannath Maithil)નું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે મૃતક વૃદ્ધનો તપાસ રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો તો અંતિમ સંસ્કારમાં સામેલ લોકોની વચ્ચે હોબાળો મચી ગયો છે. સાથોસાથ વૃદ્ધની સારવાર કરનારા હમીદિયા હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફની વચ્ચે પણ સનસની ફેલાઈ ગઈ છે, કારણ કે 3 દિવસ પહેલા જ્યારે વૃદ્ધનું મોત થયું હતું ત્યારે તે સમયે ન તો પરિવાર અને ન તો હમીદિયા હૉસ્પિટલના ડૉક્ટરોને એ ખબર હતી કે તેમને કોરોના વાયરસ (COVID-19)નું સંક્રમણ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ભોપાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભોપાલમાં કોરોનાથી આ બીજું મોત થયું છે. શનિવાર મોડી રાત્રે ભોપાલના જહાંગીરાબાદ નિવાસી મૃતક વૃદ્ધ જગન્નાથની તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમના મોતના 3 દિવસ પહેલા ભોપાલની હમીદિયા હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. ભોપાલમાં હવે કોરોના થી મોતનો આંકડો બે સુધી પહોંચી ગયો છે. 6 એપ્રિલે ભોપાલમાં કોરોનાથી પહેલું મોત થયું હતું. કોરોના વાયરસથી સંક્રમિત ઇબ્રાહિમગંજ નિવાસી નરેશ ખટીકે ભોપાલથી નર્મદા હૉસ્પિટલમાં કોરોનાથી મોત થયું હતું.
સુભાષ વિશ્રામ ઘાટ પર પહોંચ્યા હતા અસંખ્યા લોકો
જગન્નાથ મૈથિલનું 9 એપ્રિલે મોત થયું છે. તેમના અંતિમ સંસ્કારમાં બરખેડી જહાંગીરાબાદના લોકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. તે સમયે તમામ લોકો વિચારી રહ્યા હતા કે દાદા વૃદ્ધ હતા. આ કારણે તેમનું મોત થયું છે. તેમના અંતિમ સંસ્કારમાં જહાંગીરાબાદ સ્થિત તેમના ઘરથી લઈને સુભાષનગર વિશ્રામ ઘાટ સુધી અસંખ્ય લોકો પ્હોંચ્યા હતા. સાથોસાથ જે સમયે તેમની સારવાર હમીદિયા હૉસ્પિટલમાં ચાલી રહી હતી, તે સમયે ડૉક્ટરો અને બીજા સ્ટાફને પણ તેમના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી નહોતી. ડૉક્ટર સામાન્ય સારવાર કરી રહ્યા હતા. એવામાં હવે ત્રણ દિવસ બાદ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તો લોકોની સાથે હૉસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફમાં હોબાળાનો માહોલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..