ભીંડાના ફાયદા તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે છે આટલું બધું ફાયદાકારક
ભીંડાના ફાયદા એક શાકભાજી તરીક તો તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે શું કમાલ કરી શકે છે. ભીંડાને ઓકરાના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે, નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ભીંડામાંથી માત્ર 30 ટકા કેલોરી મળી છે. ત્યારે ભીંડા વિટામિન સી અને મેગ્નેશિયમનો પણ સારો સોર્સ છે.
જો તમે આ તત્વોનો લાભ મેળવવા ઇચ્છો છો તો તેના માટે ભીંડાના રસનું સેવન કરો. એક ગ્લાસ ભીંડાના રસમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 80 માઇક્રોગ્રામ ફોલેટ, 3 ગ્રામ ફાઇબર અને 2 ગ્રામ પ્રોટીન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભીંડાના સેવનથી કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે.
- અસ્થમામાં ભીંડાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
- ભીંડા ઇમ્યૂનિટી પાવરને વધારે છે.
- કૉલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- શુગરની બીમારીમાં પણ ભીંડાનું સેવન કરવું ફાયદાકારક રહે છે.
- કીડનીની બીમારીમાં પણ ભીંડા લાભદાયી હોવાનું માનવામાં આવે છે.
ઘરમાં આવી રીતે બનાવો ભીંડાનો રસ :
5-6 મીડિયમ આકારના ભીંડા લઇને તેના કિનારા કાપી લો. ભીંડાને વચ્ચેથી કાપી લો અને ત્યારબાદ એકથી બે વાટકી પાણીમાં પલાળી દો.
રાતભર અથવા 4-5 કલાક તેને આમ પાણીમાં જ રહેવા દો. ત્યારબાદ ભીંડાના ટુકડાને નિચોવીને કાઢી લો. ત્યારબાદ તેમાં થોડું સાદું પાણી ઉમેરો જેથી પાણીની માત્રા લગભગ એક ગ્લાસ જેટલું થઇ જાય.
જાણકારો અનુસાર, નાસ્તા પહેલા આ પાણીનું સેવન કરવું જોઇએ.
શું છે ભીંડાના પાણીના ફાયદા?
- આ પાણી શુગર લેવલ નોર્મલ રાખે છે.
- તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
- અસ્થમાની સમસ્યામાં તેનાથી આરામ મળે છે તેમ જણાવવામાં આવે છે.
- અપચો દૂર કરવા માટે ભીંડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
- કીડનીની બીમારીઓમાં પણ ભીંડાનું પાણી ફાયદાકારક હોવાનું જણાવવામાં આવે છે.
- જો કે આ નુસ્ખો અજમાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચજો.
- લીમડાના પાન જ નહીં ફળ પણ છે બહુઉપયોગી, આંખ સહિત કિડની માટે છે ફાયદાકારક છે લીંબોળી
- ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે ઘરના આંગણે ઉગતા આ ફૂલ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..