એક સમયે હોટસ્પોટ બનેલા રાજસ્થાનનું ભીલવાડા થયું કોરોના મુક્ત, ભીલવાડાએ સાબિત કરી બતાવ્યું કે કોરોના વાયરસ સામે આ રીતે મેળવી શકાય જીત

કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહેલા રાજસ્થાનના ભીલવાડાને શુક્રવારે મોટી રાહત મળી. રાજસ્થાનમાં કોરોના સંક્રમણનું સૌથી પહેલું હોટસ્પોટ બનેલું ભીલવાડા હવે કોરોના મુક્ત બન્યું છે. હોસ્પિટલમાં એડમિટ 2 કોરોના વાયરસના દર્દીઓની રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવાઈ. આ રીતે ભીલવાડા કોરોના મુક્ત થઈ ગયું. જિલ્લામાં અત્યાર સુધી 28 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 2 લોકોના મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

હકીકતમાં ભીલવાડામાં 4 એપ્રિલ અને 9 એપ્રિલે પોઝિટિવ કેસ આવ્યા હતા. આ બંને દર્દીઓની સતત રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. શુક્રવારે બંને દર્દીઓનો ત્રીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો, આ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. આમ ભીલવાડામાં કોરોના વાયરસનો હવે એકપણ એક્ટિવ કેસ નથી.

ડી.એમ રાજેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે, ‘ભીલવાડામાં હવે કોઈ કોરોના પોઝિટિવ નથી. આજે હોસ્પિટલમાંથી બે દર્દીઓને રજા બાદ કોઈપણ હોસ્પિટલમાં કોરોના વાયરસનો મામલો સામે નથી આવ્યો. ભીલવાડાથી અત્યાર સુધી 28 મામલા સામે આવ્યા હતા, જેમાં બે લોકોના મોત થતા, જ્યારે અન્ય લોકો પહેલા સાજા થઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલમાં માત્ર બે દર્દીઓ હતા, જેમના સતત નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ રજા આપી દેવાઈ છે.’

ઉલ્લેખનીય થે કે ભીલવાડા શહેરમાં 20 માર્ચથી સતત કર્ફ્યૂ અને 3 એપ્રિલથી મહાકર્ફ્યૂ ચાલું છે. શહેરમાં 400થી વધારે સ્થળોએ બેરિકેડ્સ લગાવીને રસ્તો બંધ કરી રખાયો છે. લોકોના આવનજાવન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જરૂરિયાતનો સામાન દરવાજા સુધી ડિલિવર કરાઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો