ભાવનગરમાં ગુંડાગીરીએ ફરી માથું ઉંચક્યું: કુખ્યાત શખસે મહુવાના યુવા ઉદ્યોગપતિ પાસે 64 લાખ માંગ્યા, ધમકી આપી

ભાવનગરમાં ફરી ગુંડાગીરીએ માથું ઉંચક્યું હોય તેમ કુખ્યાત શૈલેષ ધાંધલ્યાએ ખુલ્લી દાદાગીરી કરી મહુવાના યુવા ઉદ્યોગપતિ અને તેના પિતાને ફોન તથા રૃબરૃ મળી તેમની પાસેથી રૃ.૬૪ લાખ બળજબરીપૂર્વક કઢાવી લેવાના ઈરાદે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, મહુવા શહેરમાં આવેલી જવાહર સોસાયટીમા રહેતા અને નજીકના નેસવડ જીઆઈડીસીમાં કલર કેમીકલ્સનું કારખાનું ચલવતાં ૨૪ વર્ષીય ઋષભભાઈ જસવંતભાઈ ગાંધીએ મહુવા પોલીસમાં એવા મતલબની ફ્રીયાદ નોંધાવી હતી કે, ફરિયાદી છ’એક માસ પૂર્વે ખરીદી અર્થે અમદાવાદ હતા.

ત્યારે, તેમના પર સ્થાનિક એક વ્યકિતએ ફોન કરી મળવાની વાત કરી હતી. જે અમદાવાદથી પરત આવતાં મળ્યા હતા. જયાં હાજર શખસે પોતાની ઓળખ શૈલેષ ધાંધલ્યા (રહે.સથરા,તા.તળાજા) હોવાની આપી હતી. કુખ્યાત ગેંગસ્ટર શૈલેષે ફરિયાદીના પિતા જસવંતભાઈને કહ્યું કે, તમારો ૬૪ લાખનો હવાલો મેં કબૂલી લીધો છે. હવે આ રૃપિયા તમારે મને આપવાના રહેશે. જો કે, ફરિયાદીના પિતાએ આ વાતથી અજાણ હોવાનું કહેતાં વાત અટકી પડી હતી.

દરમિયાનમાં ગત તા.૨૭ના રોજ સાંજના સુમારે કુખ્યાત શૈલેષે ફરિયાદીના કારખાને જઈ ફરિયાદી ઉદ્યોગપતિ જો પોલીસને જાણ કરશે તો હિસાબ કરી નાંખવાની ધમકી આપી તેના પિતાને ફોન કરવા કહ્યું હતું. જો કે,ફરિયાદીના પિતાએ ફોન ન કરતાં કુખ્યાત શખસે ફરિયાદીને ફોન કરી પૈસા આપવાના છે કે નથી આપવાના ? કહી ફોન કાપી નાંખ્યો હતો.

બનાવ અંગે મહુવા પોલીસે મહુવાના યુવા ઉદ્યોગપતિની ફરિયાદ લઈ કુખ્યાત શખસ શૈલેષ ધાંધલ્યા વિરૃદ્વ રૃબરૃ તથા ફોન પર બળજરીપૂર્વક રૃ.૬૪ લાખ કઢાવી લેવા ર્ગિભત ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ બનાવને લઈ મહુવાના ઉદ્યોગજગત સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કુખ્યાત શખસ વિરૃદ્વ ભાવનગર જિલ્લામાં ગંભીર ગુન્હા નોંધાયેલાં છે. અને તેનો ઈતિહાસ ગુન્હાહીત છે.

ઉદ્યોગપતિએ કહ્યું કે, રૃપિયા શેના તો શખસે કહ્યું મારી સાથેે મુંબઈ આવો
પોલીસ ફરિયાદમાં ફરિયાદી યુવા ઉદ્યોગપતિ ઋષભભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, ફરિયાદી અને તેમના પિતા જસવંતરાય ગાંધીએ શૈલેષ ધાંધલ્યા સાથએ વાત કરી રૃપિયા શેના? તેમ પુછતાં કુખ્યાત શખસ ધંધાલ્યાએ કહ્યું કે, હવે તમારે કાંઈપણ વાત જામવી હોય તો મારી સાથે મુંબઈ આવ, જે લોકોનો હવાલો છે તે લોકો સાથે રૃબરૃ મુલાકાત કરાવી દેવાની અને ત્યાંથી જીવતો મહુવા લાવવાની જવાબદારી મારી રહેશે. તેમ જણાવ્યું હતું. પોલીસે કુખ્યાત શખસના મુંબઈ કનેકશનને લઈ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો