ગીરની ગાયના સહારે ભારતીયોનું આયુષ્ય 100 વર્ષ કરવાનું અનોખું અભિયાન ચલાવતા ભાવનગરના ઉદ્યોગપતિ

ભાવનગરના એક ઉદ્યોગપતિએ લોકોનું સરેરાશ આયુષ્ય 60 વર્ષનું છે. તેને વધારીને 100 વર્ષનું થાય તે માટે ગિરગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર સંજીવની છે. તેના યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. ભાવનગર જીલ્લાનું સૌપ્રથમ USDAનું એક એકસપર્ટ અંગેનું સર્ટી પણ મેળવેલ છે. ભાવનગરના જેસીંગભાઇ જવેલર્સના નરેન્દ્રસિંહ ચૌહાણે વિશ્વભરમાં ગિરગાયના A-2 મિલ્કની માંગ ખુબ વધુ છે. કારણ કે, આ દૂધમાં રોગ પ્રતિકારક શકિત વધારે છે તેમ જણાવ્યું હતું તેમણે જર્સીગાય અને ભેંસના દૂધના ઉપયોગથી અનેક રોગની સંભાવના હોવાનું જણાવ્યું હતું વર્ષો પૂર્વે ભાવનગરના મહારાજા સાહેબે બ્રાઝિલને આપેલ કિશ્ના નંદીના લીધે તેની GDP ખુબ ઉંચકાઇ છે. જયારે સૌરાષ્ટ્રની ધરતી માટે તો ગીરીની ગાય ઓષ્ધીય ગુણવત્તાથી ભરપૂર અને અમૃત સમાન દૂધ આપતી ભેટ છે.

ગિરની ગાયનું દૂધ A-2 મિલ્ક છે જે રોગપ્રતિકારક શકિત વધારે છે. ગાયના દૂધ અને ધીમા સૂવર્ણપિત તથા છાણમાં સુવર્ણક્ષાર જોવા મળે છે. દૂધ અને ગૌમૂત્રમાં સોનાનું પ્રમાણ 9 મિલી થી 29 મિલી જોવા મળે છે. જે અનેક રોગો નેસ્તોનાબુદ કરે છે. ગાયની ખૂંધ સૂર્યશકિતને એકઝીર્બ કરીને સૂવણર્ણ તત્વ બનાવે છે. ગાયના છાણ અને ગૌમૂત્રનો ખાતર અને દવા તરીકે ઉપયોગ કરવાથી ખેતીની ઉત્પાદન ક્ષમતા અને ફુળદ્રુપતા વધે છે. નરેનન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ઓર્ગેનિક ફાર્મિગ થી ગાયનો ચારો ઉગાડવામાં આવ્યો છે. જેનાથી દૂધની કવોલિટી સારી બને છે. અને હઠીલા દર્દી જડમૂળમાંથી દૂર થઇ જાય છે.

હઠીલા રોગ જડમૂળમાંથી દુર થાય છે અને ખેડૂતો આર્થિક સમૃદ્ધ બને છે..

ગીરની ગાય દેશના ખેડૂતોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખૂબ ઉપયોગી થાય છે. લોકોનું જીવન ધોરણ અને સ્વાસ્થ વધશે. ખેતરમાં ગૌમૂત્ર અને છાણ થી બનેલા જીવામૃત અને ધનામૃતથી ખેત ઉત્પાદન વધશે. સાથે વધુ લોકોને રોજગાર મળશે. આપણે ખેતી પ્રધાન દેશ અત્યારના સમયમાં સોને કી ચીડીયા બને તે માટે અંત્યત ઉપયોગી ગિરની ગાયના દૂધ અને છાણનો વધુમાં વધુ વપરાશ થવો જોઇએ. ગીરની ગાયના આરોગ્ય સભર ઉપયોગથી લોકોનું સ્વસ્થય ખૂબ સારૂ થાય છે. આજે ભાવનગરના લોકોનું સરેરાશ 60 વર્ષનું આયુષ્ય છે. પરંતુ ગીરની ગાયના દૂધના વર્ષોવર્ષ ઉપયોગ કરવાથી લોકોની રોગ પ્રતિકારકતા અને આયુષ્ય બન્ને વધે છે. ગીરની ગાય આર્ગેનિક ખેતી માટે પણ ફળદ્રુપતાથી ખાણ છે. ત્યારે લોકોએ તેનું મહત્ય અને અગત્યતા સમજી શારીરિક અને આર્થિક રીતે સધ્ધર થવું જોઇએ. તેમ તેઓએ જણાવ્યું હતું.આમ ભાવનગરના ઉદ્યોગપતિએ ગીરની ગાયના સહાયે ભારતીયોનું આયુષ્ય 100 વર્ષ સુધીનું કરવા માટે અભિયાન શરૂ કર્યું છે.

દેશ ભરમાં પ્રાચિન ગુરૂકુળ અને ગાય જીવંત બનશે તો તંદુરસ્તી, સમૃદ્ધિ પાછી આવશે

250 વર્ષ પહેલા અંગ્રેજોએ ગુરૂકુળ એટલે કે, શિક્ષણ અને સંસ્કાર અને ગાય આધારીત ખેતી એટલે તંદુરસ્તી અને સમૃધ્ધી ભારતમાંથી ખતમ કરવાનું નકકી કર્યું હતું જેને કારણે આપણી ગીર ગાયને લઇ જઇ તે લોકો જર્સી શંકર ગાય ભારતમાં લાવ્યા હતા. અને ખતીવાડીમાં વિદેશી ખાતર પેસ્ટ્રીસાઇડના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા નાશ પામી છે. હવે ગીરની ગાયના દૂધના સેવનથી રોગ પ્રતિકારક શકિત વધતા તંદુરસ્તી વધશે. તેના છાણ અને ગૌમુત્રના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે. આમ ગુરૂકુળ, ગાય, જીવંત બનશે તો તંદુરસ્તી, સમૃધ્ધિ પાછી આવશે.

દવાખાના રોજ નવા ખુલે છે પણ લોકોને દવાખાને જવુ જ ન પડે તે માટેનું અભિયાન

* નરેન્દ્રસિંહ ચૌહાણે એક વાતચીતમાં લોકોને દવાખાના સુધી જવું જ ન પડે તે માટેના તેમના અભિયાનની વિગત આપી હતી.

* લોકો ગીરની ગાયનું દૂધ પીતા થાય તે માટે ખોટા ધકા ખાઇને પણ લોકોને તે માટે પ્રેરણા આપે છે.

* સરગવો, ધંઉ, જવારા જેવા પાકને ગીરની ગાયના ખાતર દ્વારા ઉગાડી આ પાકનો પાવડર બનાવી, કેપ્સુલ બનાવી આપાય છે.

* બુધેલ પાસેના તેમના ફામમાં 28 ગીર ગાય છે. અને સંગીત થેરાપી દ્વારા ગાય પાસેથી વધુ દૂધ મેળવે છે. એક વિધો જમીનમાં ખેતતલાવડી બનાવી પાણી માટે સ્વાવલંબી ખેડૂતો બને તે માટે પણ પ્રયત્નશીલ છે.

* ગાય એટલે ગોબરવાડો નહી, તેના છાણમાંથી અગરબતી, શેમ્પુ, સાબુ પણ બને છે.

* ગાયનું છાણ કાચુ સોનું છે. તે જેટલો લાંબો સમય જમીનમાં પડ્યું રહે એટલી ફળદ્રુપતા વધે છે.

* ગીરની ગાય આધારીત ખેતીથી ગામડા તુટશે નહી, ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બનશે.

* દવાખાનાઓ રોજ નવા ખુલે છે. પણ લોકોને દવાખાના સુધી જવુ જ ન પડે અને લાંબુ, નિરોગી આયુષ્ય ભોગવે તે મૂળ હેતુ છે.જેમાં ડો.હર્ષિત ત્રિવેદી પણ તેમને સહયોગ આપે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો