ભરૂચ ધર્માંતરણ કેસમાં આરોપીઓના રિમાન્ડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, જકાતના નાણાંનો ઉપયોગ ધર્માંતરણ માટે કરાતો, મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાના બાળકો સુરતની મદરેસામાં
ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં વિદેશી ફંડિંગ થકી આદિવાસીઓના ધર્માંતરણ કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ 5 દિવસના રિમાન્ડ પર છે. આ રિમાન્ડ દરમિયાન તેઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
પોલીસ તપાસમાં આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150છી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય નાના-મોટા મુસ્લિમ વેપારીઓ દ્વારા આવકમાંથી 2.5 ટકા અપાતી જકાતના નાણાંનો ઉપયોગ પણ આ ગેરકાયદેસર ધર્માંતરણ માટે કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
જેમાં આમોદના કાંકરિયા ગામે હિન્દૂ સમાજના ૩૭ થી વધુ આદિવાસી પરિવારોના ગેરકાયદે ધર્માંતરણમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. જેમાં અટકાયત કરાયેલા 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી ભરૂચ પોલીસે નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરાઇ હતી.
આરોપીઓની પૂછપરછ દરમિયાન અમુક મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારના બાળકો સુરતની કોઇ એક મદરેસામાં ધાર્મિક શિક્ષણ લઇ રહયાં છે. જો કે તપાસમાં પોલીસને હજુ સંપૂર્ણ વિગત મળેલ નથી, પરંતુ આ તપાસ દરમિયાન બાળકોની સંખ્યા તથા મદ્રેસાના નામ બહાર આવે તેમ છે.
ધર્માંતરણની ગેરકાયદે પ્રવૃતિમાં નાણાકીય સ્ત્રોત અંગે પણ ઘટસ્ફોટ થયો છે.જેમાં નાના-મોટા મુસ્લિમ વેપારીઓ કે તેઓ પોતાની આવકના 2.5 ટકા જકાત-દાન ધર્માદો કરતા હોય છે. તેઓ પાસેથી આ આરોપીઓને ધર્માંતરણ માટે આર્થિક સહાય મળે છે.
આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. આ અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. મોટી સંખ્યામાં ગેઝેટ પણ રિકવર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ધર્માંતરણ પામેલા મુસ્લિમ નાગરીકોને આરોગ્ય, અભ્યાસ અને રાશન વગેરે વિષયક સીધી-આડકતરી મદદ મળે છે. આ તમામ મદદ ચોક્કસ કયાંથી મળે છે અને કોણ કરે છે? તે પોલીસ માટે હજુ પણ તપાસનો વિષય બની રહ્યો છે, ત્યારે હજુ કેવા ખુલાસા બહાર આવે છે? તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..