શપથના બીજા જ દિવસથી પંજાબના નવા મુખ્યમંત્રી એક્શનમાં, કહ્યું- કોઈ લાંચ માંગે, તો ના ન પાડશો, તેનું રેકોર્ડિગ કરી મને મોકલો

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. માને કહ્યું કે પંજાબની જનતાએ મત આપીને પોતાની જવાબદારી પૂરી કરી છે. આગળની જવાબદારી મારી છે. આજે હું પંજાબ માટે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું. તેનાથી પંજાબના લોકોને તેમના રોજિંદા જીવનમાં ઘણી સગવડતા મળશે. આજે હું ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર જાહેર કરી રહ્યો છું.

આ હેલ્પલાઈન નંબર 23મી માર્ચે શહીદ ભગતસિંહની પુણ્યતિથિ પર જાહેર કરવામાં આવશે. અગાઉ, દિલ્હીની AAP સરકારે લાંચ માંગનારના ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ પણ માંગ્યા હતા. ત્યારથી ત્યાં લાંચનો અંત આવ્યો. આ પછી લોકોએ કેજરીવાલ સરકારને વારંવાર જીતાડવાનું શરૂ કર્યું છે. અમે આવનારા દિવસોમાં આવા જ હેલ્પલાઈન નંબર જારી કરી રહ્યા છીએ. ભગવંત માને કહ્યું કે આ મારો વોટ્સએપ નંબર હશે. જો કોઈ લાંચ માંગે, તો ના પાડશો નહીં, ફક્ત તેને રેકોર્ડ કરો અને મને મોકલો. જે પણ દોષિત હશે, તે ભ્રષ્ટાચારીઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

પંજાબમાં પહેલીવાર AAP સરકાર
પંજાબમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર સરકાર બનાવી છે. અત્યાર સુધી પંજાબમાં કોંગ્રેસ અને અકાલી દળનું શાસન રહ્યું છે. દિલ્હી બાદ પંજાબ પહેલું એવું રાજ્ય છે, જ્યાં આમ આદમી પાર્ટીને સત્તા મળી છે.

પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હતું. આપે 117માંથી 92 સીટો જીતી છે. સત્તામાં રહેલી કોંગ્રેસ 77માંથી માત્ર 18 સીટો પર સમેટાઈ ગઈ. અકાલી દળને માત્ર 3 સીટો મળી. લોકોએ પંજાબમાં ફેરફાર લાવવા તથા ભગવંત માનને CM બનાવવા માટે જંગી મતદાન કર્યું. માનને આમ આદમી પાર્ટીએ પંજાબમાં સીએમ ચહેરો બનાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો