શિયાળામાં આ 5 વસ્તુઓ અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને એલર્જીથી બચાવશે, બધાં માટે છે લાભકારી

શિયાળો આવતાં જ અસ્થમાના દર્દીઓની સમસ્યા વધી જાય છે. જેમ-જેમ ઠંડી વધતી જાય છે, તેમ-તેમ આ સમસ્યા વધતી જાય છે. શિયાળામાં ધૂળ અને ધૂમાડાની સમસ્યાને કારણે મોટા શહેરોમાં એર પોલ્યુશન સતત વધી રહ્યું છે. જેના કારણે અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને સિઝનલ એલર્જીની સમસ્યા ઘણાં લોકોને થઈ રહી છે. એવામાં જો કે કેટલીક વસ્તુઓના નુસખા અજમાવી લેવામાં આવે તો ઈમ્યૂનિટી વધે છે અને ફેફસા પણ ડિટોક્સ થાય છે અને શ્વાસ નળી સાફ રહે છે. સાથે જ અસ્થમાથી પણ બચી શકાય છે. તો ચાલો જાણી લઈએ.

નાની-નાની સમસ્યાઓમાં દવાની જગ્યાએ કુદરતી ઉપાય જ અપનાવવા
શિયાળો આવતાં જ અસ્થમાના દરદીઓની સમસ્યા વધી જાય છે
આ ઉપચાર શરદી, કફ, અસ્થમામાં રાહત આપશે
ગાયનું ઘી

શ્વાસનળીના પ્રદૂષિત તત્વોને દૂર કરવા માટે ગાયનું ઘી ફાયદાકારક રહે છે. રોજ સવાર-સાંજ માત્ર 2 ટીપાં ગાયનું ઘી નાકમાં નાખવું અને 2-3 ચમચી ઘી રોજ ખાવું. તેનાથી હાડકાંઓ, કિડની અને લિવરમાં ભેગાં થતાં ટોક્સિન્સ દૂર છાય છે.

પાલકની ભાજી

પાલકની ભાજીમાંથી પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ મળે છે, જે અસ્થમા સામે લડવાની તાકાત પૂરી પાડે છે. કેટલાક સર્વેમાં આ જાણવા મળ્યું છે કે, અસ્થમાના દર્દીઓમાં મોટાભાગે લોહીની ઉણપ અને મેગ્નેશિયમની કમી જોવા મળે છે. પાલક આ સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાંથી મળતા વિટામીન બી દ્વારા અસ્થમાના અટેકથી આવતા સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે.

ગોળ

આમાં એન્ટીએલર્જિક પ્રોપર્ટી હોય છે. જેના કારણે શ્વાસ સંબંધી તકલીફો થતી નથી. આમાં ઝિંક અને સેલેનિયમ જેવા મિનરલ્સ હોય છે. આ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. અસ્થમાના દર્દીઓને ખાસ કરીને શિયાળામાં આંતરિક ગરમીની જરૂર પડે છે. જેથી રોજ થોડું ગોળ ખાઈ લેવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.

ત્રિફલા

પ્રદૂષણને કારણે ત્રિદોષ (વાત, પિત્ત, કફ)માં અસંતુલન થાય છે. જેને દૂર કરવા માટે ત્રિફલા બેસ્ટ છે. રોજ રાતે સૂતા પહેલાં નવશેકા પાણીમાં 1 ચમચી ત્રિફલા ચૂર્ણ મિક્સ કરીને લેવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

તુલસી

અડધા લીટર પાણીમાં તુલસીના પાન અને 1 ચમચી આદુ નાખીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. પછી નવશેકું રહે એટલે 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. દિવસમાં 2વાર આ ઉપાય કરવાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ અને શરદી ખાંસીમાં રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો