પીળા અને ખરાબ દાંતને સાફ કરવા માટે ટૂથપેસ્ટમાં આ 2 વસ્તુ મિક્સ કરીને ઘસો, દાંત એકદમ સફેદ થઈ જશે
આજે અમે તમને એક એવો ઘરેલૂ ઉપાય જણાવી રહ્યાં છે, જેની મદદથી દાંત પર ખરાબ પીળા અને કાળા ડાઘને દૂર કરી શકાશે. આ ઉપાય એકદમ સરળ છે અને ટૂથપેસ્ટની સાથે જ આ ઉપાય કરી શકાય છે. જો તમે નિયમિત આ ઉપાય કરશો તો તમારા દાંત એકદમ વ્હાઈટ થઈ જશે. ચાલો જાણીએ.
આ 3 વસ્તુઓની જરૂર પડશે
કોઈપણ ટૂથપેસ્ટ
1/4 ચમચી બેકિંગ સોડા
1 ચમચી લીંબુનો રસ
પ્રોસેસ
1 વાટકીમાં થોડી ટૂથપેસ્ટ કાઢીને તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્ષ કરો. પછી તેમાં 1/4 બેકિંગ સોડા નાંખીને ત્રણેય વસ્તુઓને બરાબર મિક્સ કરો. તેમાં ફીણ જેવું દેખાશે. તમારી પેસ્ટ તૈયાર છે.
આ રીતે લગાવો
આ પેસ્ટને દાંત પર લગાવવા માટે આંગળીનો ઉપયોગ ન કરવો. ટૂથબ્રશમાં આ પેસ્ટ લગાવીને બ્રશ કરો. આનાથી દાંતની ગંદકી બહાર નીકળી જશે. પછી પાણીથી કોગળા કરી લો. તરત જ તમને અસર દેખાશે. દાંત સાફ થઈ જશે. આ ઉપાય સપ્તાહમાં બેવાર કરો. થોડાં દિવસોમાં જ પીળા દાંત એકદમ સાફ થઈ જશે.
આ પણ વાંચજો – દાંતમાં દુઃખાવો થતો હોયતો ચપટીમાં દૂર કરી દેશે આ અસરકારક ઘરેલુ ઉપચાર, ડૉક્ટર પાસે નહિ જવું પડે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..