શિયાળામાં શરદીને કારણે વારંવાર નાક બંધ થઈ જાય છે તો કરો આ 5 ઘરેલૂ ઉપાય, સમસ્યામાં મળશે રાહત
શિયાળાની શરૂઆત થાય કે તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. આ તમામ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વ ધરાવે છે. ઘણી વખત સાઈનસ, શરદી, ફ્લૂ, એલર્જી અથવા સંક્રમણને કારણે પણ નાક બંધ થઈ જાય છે. ચાલો આ સમસ્યાના ઉપચાર જાણીએ.
મધ સાથે મરી પાઉડરનો પ્રયોગ
શરદી અને પોલ્યુશનના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાઉડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચી મધમાં 2થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરી લો. આનાથી તમારી બંધ નાક ખુલી જશે અને રાતે શ્વાસ લેવામાં તકલીફ નહીં અનુભવાય. આ સિવાય તમને શરદીમાં પણ રાહત મળશે.
હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો
હ્યૂમિડિફાયર સાઈનસ અને બંધ નાકની સમસ્યામાં રાહત આપે છે. હ્યૂમિડિફાયરને કારણે રૂમમાં ભેજ વધી જાય છે. જેના કારણે નાકમાં થતી ઈરિટેશન અને સંક્રમણમાં રાહત મળે છે, સોજો દૂર થાય છે અને તે કફને પણ પાતળું કરી દે છે.
લસણ અને આદુ
લસણમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ બંને ગુણ હોય છે. જે આ સમસ્યાના ઈલાજમાં મદદ કરે છે. આ સાથે જ તેને કફને પણ દૂર કરે છે. તેના ફાયદા માટે તમારી ડાયટમાં લસણ અને આદુ સામેલ કરો. શિયાળામાં આદુ પાક ખાઓ. લસણની ચટણી ખાઓ.
ગરમ સૂપ અથવા ચાનું સેવન
ઘણાં લોકો બંધ નાક અને શરદીને દૂર કરવા માટે ગરમ લિક્વિડ લેતા હોય છે. તો તેના માટે સૂપ, દાળ કે ગરમ પાણી બેસ્ટ ઓપ્શન છે. તેનાથી તમારી નાક ખુલી જશે અને કફ પણ છૂટો પડશે. સાથે જ શરદી ખાંસીમાં પણ આરામ મળશે. ગળાને પણ રાહત મળશે. નાક ખોલવા માટે તેમજ ગળાની ખરાશની સમસ્યામાં ગરમ પાણી દ્વારા ફાયદો થાય છે. શિયાળાની સિઝનમાં અવારનવાર શરદી અને ગળાની સમસ્યા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે.
કોકોનટ ઓઈલ
નાળિયેરનું તેલ પણ બંધ નાકની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે. નાક અને નાકની અંદર નાળિયેરનું તેલ લગાવવાથી બંધ નાક ઝટપટ ખુલી જાય છે. નાળિયેરનું તેલ લગાવ્યા બાદ બંધ રુમમાં બેસવાથી વધુ લાભ થાય છે.
દૂધમાં આદુ
શરદી થઈ હોય તો ગરમ દૂધમાં આદુ ઉમેરી તેનું સેવન કરવું. આદૂ સાથે હળદર પણ ઉમેરી શકાય છે. આ દૂધ નિયમિત પીવાથી શરદીમાં તુરંત રાહત મળે છે. સાથે જ બંધ નાક ખુલી જાય છે. તેના પ્રયોગ વખતે એક ગ્લાસ દૂધ ઉકળવા મૂકો પછી તેમાં 1 ઈંચ આદુનો ટુકટો પીસીને નાખીને સહેજ ઉકાળો. હવે ગેસ બંધ કરી તેમાં ચપટી હળદર અને સાકર મિક્સ કરીને આ દૂધનું રોજ સેવન કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..