રોજ આ વસ્તુનું જ્યૂસ પી લેશો તો શરીરની 10 તકલીફોનો થશે ખાતમો અને જીવનભર રહેશો સ્વસ્થ, જાણો અને શેર કરો
રોજિંદા જીવનમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરીને રોગો અને ઈન્ફેક્શન સામે રક્ષણ મેળવી શકાય છે. જેથી કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જરૂરી છે. એવી જ એક બેસ્ટ અને ગુણકારી વસ્તુ છે પાલક.
પાલકના એટલા બધાં ફાયદા છે કે, તમે જાણતા નહીં હોવ. પાલકને કોઈને કોઈ રીતે ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ. તે શરીરમાં રહેલાં હાનિકારક તત્વો બહાર કરી દે છે અને અનેક ફાયદાઓ આપે છે. જેથી આજે અમે તમને પાલકના જ્યૂસના ગજબના ફાયદા જણાવીશું.
પાલકમાં હોય છે આ ન્યૂટ્રિઅન્ટ્સ
પાલકમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન A, C, E અને K, થાયમિન, વિટામિન B6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યૂટેન પણ મળી રહે છે. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.
પાલકના જ્યૂસના ફાયદા
એક કપ પાલકના રસમાં એક કપ છાશ અને થોડું સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી દાદર અને ખુજલીની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
પાલક અને તુલસીના પાનનો રસ કાઢી બન્ને મિક્સ કરી ફોલ્લી, સોજાવાળા ભાગ પર લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.
પાલકનો રસ અને બીટનો રસ મિક્સ કરીને પીવાથી મસલ્સ મજબૂત થાય છે અને લોહી સાફ થાય છે.
પાલકના રસમાં કાકડી અને ગાજરનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી વાળ ભરાવદાર, કાળા અને લાંબા બને છે.
પાલકના રસમાં મધ અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી ખાંસી અને શ્વાસની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
એક કપ પાલકના રસમાં એક કપ ગાજરનો રસ મિક્સ કરીને રોજ પીવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
અડધો કપ પાલકના રસમાં ચપટી પીસેલો અજમો નાખીને પીવાથી પેટના કૃમિ ખતમ થઈ જાય છે.
અડધો કપ પાલકના રસમાં અડધો કપ ટામેટાંનો રસ મિક્સ કરીને સવાર-સાંજ પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.
અડધો કપ પાલકના રસમાં અડધો કપ કળથીનો રસ અને થોડાં ટીપાં લીંબુનો રસ નાખીને રોજ સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે.
એક કપ પાલકના રસમાં એક ચમચી મધ અને ચપટી જીરું પાઉડર મિક્સ કરીને પીવાથી થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..