આ 5 વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખશો તો ગમે તે સીઝન હશે તમારી 5 તકલીફો તરત દૂર કરી દેશે, જાણો અને શેર કરો
સીઝન બદલાતા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થવા લાગ છે. જો તમને પણ ડબલ ઋતુમાં કેટલીક સમસ્યાઓ થાય છે તો આ 5 ઉપાય નોંધી લો.
બદલાતી સીઝનમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે પાચન નબળું થઈ જવું, ખાવામાં અરૂચિ, સાંધાઓમાં દુખાવો થવો, શરદી, કફ, ગળામાં દુખાવો, સ્કિન અને હેર પ્રોબ્લેમની સમસ્યા વધી જાય છે. તમારી આ તમામ સમસ્યાઓમાં રામબાણનું કામ કરશે આ પાંચ વસ્તુઓ. આ વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખવી, જેથી જરૂર પડે તમે તરત જ તેનો ઉપયોગ કરીને તમારી તકલીફને દૂર કરી શકો. રોજિંદા જીવનની નાની-મોટી સમસ્યાઓમાં દવાઓ ખાવા કરતાં અહીં જણાવેલી 5 વસ્તુઓનું સેવન કરો.
નીલગિરીનું તેલ
નીલગિરીનું તેલ નાક બંધ થવા સમસ્યામાં લાભકારી છો. પાણીને ઉકાળી તેમાં 2-3 ટીપાં નીલગિરી તેલ નાખી દો. પછી તેનાથી સ્ટીમ લેવાથી કફ, શરદી અને બંધ નાકની સમસ્યા દૂર થાય છે.
સાકર
દરેકે ઘરમાં સાકર રાખવી જોઈએ. જમ્યા બાદ ઘણાં લોકો વરિયાળી અને સાકર ખાય છે. બહુ ઓછાં લોકો જાણે છે કે સાકર આપણાં સ્વાસ્થ્ય માટે કેટલી ગુણકારી છે. તેનું સેવન કફ અને ખાંસીની સમસ્યા દૂર કરે છે. સાથે જ ગળાના દર્દમાં પણ તે લાભકારી છે. દિવસમાં બેવાર તેનું સેવન કરી શકો છો. તમે રસાકરવાળું દૂધ પણ પી શકો છો.
વરિયાળી
વાતાવરણમાં ઠંડક વધવા પર સૌથી પહેલી અસર પાચન પર પડે છે. જમ્યા બાદ થોડી વરિયાળી ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. વરિયાળી એસિડિટી અને અપચાની સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છે.
કપૂર
ડબલ ઋતુમાં સાંધાનો દુખાવો ખૂબ જ વધી જાય છે. એવામાં કપૂર બહુ જ કામ આવી શકે છે. નારિયેળ તેલમાં કપૂર ઓગાળી તેને નવશેકું ગરમ કરી સાંધા પર મસાજ કરવાથી સાંધાનો દુખાવો અને સોજામાં આરામ મળે છે.
એલોવેરા
વાતાવરણમાં ભેજ અને ઠંડકને કારણે સ્કિન અને વાળ એકદમ બેજાન થઈ જાય છે અને ખુજલી પણ આવે છે. આ સમસ્યા માટે એલોવેરા જેલમાં વિટામિન ઈની ટેબ્લેટ મિક્સ કરીને સ્કિન પર અને વાળના મૂળમાં લગાવો. તેની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ઈન્ફેક્શનથી પણ બચાવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..