રોજ સવારે એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી થાય છે આ અઢળક ફાયદા, જાણો અને શેર કરો
નાના હતા ત્યારે ખીસ્સામાં સિંગ-ચણા ભરીને જવાની આદત હતી પરંતુ તમને ખબર છે એ જ એક મુઠ્ઠી ચણા ખાવાથી તમારા શરીરને કેટલા ફાયદા થઇ શકે છે. ચણાનું નામ આવતા હળદરવાળા પીળા ચણા યાદ આવશે અને બિમાર લોકો જ શેકેલા ચણા ખાય છે તેવું યાદ આવશે પરંતુ આજે અમે તમને જણાવીશું તે જ પીળા ચણાના અઢળક ફાયદા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે. શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે વાંચી તેમને મનમાં એવો પણ સવાલ આવતો હશે કે, એક સ્વસ્થ વ્યક્તિને દરરોજના કેટલા ચણા ખાવા જોઇએ. એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજના 50થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઇએ. તે તેના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
ડાયાબિટીઝમાં લાભદાયી
શેકેલા ચણા ખાવાથી ડાયાબિટીઝના રોગમાં પણ લાભ મળે છે. શેકેલા ચણા ગ્લૂકોઝના પ્રમાણને ઓછુ કરે છે જેનાથી ડાયબિટીઝનો રોજ કંટ્રોલમાં રહે છે. ડાયબિટીઝ રોગીઓને પ્રતિદિવસ શેકેલા ચણા ખાવવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું થયા છે. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી શ્વાસ નળીના અનેક રોગો દૂર કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
દરરોજ નાસ્તામાં અથવા બપોરે જમ્યા પહેલા 50 ગ્રામ શેકેલા ચાણા જો તમે ખાઓ છો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો, સાથે જ તેનાથી હમેશાં ઋતુ બદલાવવા પર થતી શારીરિક મુશ્કેલીઓ પણ નથી થતી.
સ્થુળતા ઘટે છે
જો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સ્થુળતાની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે શેકેલા ચણા ખુબજ ફાયદાકારક રહશે. દરરોજ શેકેલા ચણા ખાવાથી સ્થુળતાની સમસ્યાથી રાહત મળે છે. તેનું સેવન શરીરથી વધારે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…