અતિશય શરદી અને ઉધરસ થઇ ગઇ હોય તો પીઓ ઉકાળો, ચોક્કસ મળશે રાહત જાણો અન્ય ફાયદા
ઉકાળો એક એવું આયુર્વેદિક પીણું છે જેને પીવાથી શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતા વધે છે. ઠંડીની ઋતુમાં શરદી-ઉધરસની ફરિયાદ રહે છે અને એવામાં સૌથી બેસ્ટ ઘરેલું નુસ્ખો છે ઉકાળો પીવો. ઉકાળો બનાવવા માટે ઉપયોગમાં આવનારી ઘણી સામગ્રી કિચનમાંથી મળી જાય છે. આવો જોઇએ એવા ઘણાં ઉકાળા વિશે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.
– લવિંગ, તુલસી, સંચળનો ઉકાળો શરદી,ઉધરસ અને બ્રોંકાઇટિસથી આરામ પહોંચાડે છે. તેના સેવનથી સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે. આ ઉકાળો બનાવવા માટે ધીમી આંચ પર બે ગ્લાસ પાણીમાં 8-10 તુલસીના પાન અને 4-5 લવિંગ ઉકાળો. જ્યારે પાણી ઉકળીને અડધું થઇ જાય એટલે આ પણીને એક ગ્લાસમાં નીકાળી લો અને તેમા સંચળ મિક્સ કરીને પીવાથી શરદી-ઉધરસમાં રાહત મળી છે.
– શરદી થવાથી શ્વાસની નળી બંધ થવા લાગે છે. તુલસી, આદુ, કાળામરી પાઉડરનો ઉકાળો તેમા રાહતનું કામ કરે છે. આ ઉકાળાના સેવનથી પાચન-ક્રિયા પણ સારી રહે છે. આદુના રસથી ગળામાં થતા દુખાવામાં આરામ મળે છે. આ ઉકાળાના સેવનથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. આ ઉકાળો બનાવવા માટે ધીમી આંચમાં એક વાસણમાં બે કપ પાણીમાં 7-8 તુલસીના પાના, 5 કાળામરી અને એક મોટી ચમચી વાટેલું આદુ મિક્સ કરી ઉકળવા દો. તૈયાર છે તુલસી, આદુ, કાળામરી પાઉડરનો ઉકાળો.
– શ્વાસની સમસ્યામાં ઇલાયચી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવેલો ઉકાળાથી ફાયદો થાય છે. તેમા રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ હૃદયની બિમારીનો ખતરો ઓછો કરે છે. તેને બનાવવા માટે ધીમી આંચમા એક વાસણમાં બે કપ પાણીમાં અડધી ચમચી એલચી પાઉડર ઉમેરી આશરે 10 મિનિટ માટે ઉકળવા દો અને તે બાદ આંચ બંધ કરી દો. એક ગ્લાસમાં ઉકાળાને નીકાળી તેમા મધ મિક્સ કરી પીવાથી શ્વાસની સમસ્યામાંથી રાહત મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો