ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના આ છે શારીરિક અને ધાર્મિક ફાયદા

જ્યારથી માનવ જીવનનું અસ્તિત્વ શરૂ થયું છે ત્યારથી એકમાત્ર સૂર્યદેવ જીવસૃષ્ટિના આધાર રહ્યા છે. હિન્દુઘર્મ ગ્રંથોમાં પણ સૂર્યદેવનું સ્થાન સૌથી ઉચ્ચ રહ્યું છે. આજે અમે વાત કરીશું સૂર્યદેવને જળ ચઢાવવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ અને તેનાથી થતા શારીરિક ફાયદા વિશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવાઃ-

-જો સૂર્યને જળ અર્પણ કરવાની વાત કરીએ તો, તેની પાછળ છૂપાયેલું છે રંગોનું વિજ્ઞાન. આપણા શરીરમાં રંગોનું બેલેન્સ બગડવાથી અનેક રોગ ઉત્પન્ન થાય છે. સવારે સૂર્યદેવને જળ ચઢાવવાથી શરીરમાં આ રંગ સંતુલિત થઈ જાય છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

–સૂર્યને જળ અર્પણ કરવાથી આપણને સીધો લાભ પ્રાપ્ત થાય છે. પ્રાતકાળે વહેલા ઉઠવાથી તાજી હવા અને સૂર્યના કિરણોથી આપણા સ્વાસ્થ્યને લાભ થાય છે.

ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. સૂર્યને જળ અર્પણ કરતી વખતે પાણીની વચ્ચેથી સૂર્ય તરફ જોવું જોઈએ. આમ કરવાથી સૂર્યના તેજથી આંખો તેજસ્વી બને છે.

– તો આ સિવાય જે વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરે તે વ્યક્તિ તેજસ્વી બને છે અને તેની ચામડીમાં આકર્ષક ચમક પણ આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થતા ફાયદાઃ-

– વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો જોવા જઈએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે આશરે ૧૪૯૬૦૦૦૦૦૦ કિમીનું અંતર છે. આમ છતા પણ પૃથ્વી સુધી સૂર્યનો પ્રકાશ પહોંચતા માત્ર 8 મિનિટ અને 19 સેકંડનો જ સમય લાગે છે. ભગવાન સૂર્ય સમસ્ત જીવમાત્ર માટે મહત્વના ઊર્જાના સ્ત્રોત છે. વૃક્ષો અને છોડને ભોજન પણ સૂર્યના લીધે જ પ્રકાશસંષ્લેષણની ક્રિયા દ્વારા મળે છે. યુગો પહેલા ઋષિ-મુનિઓએ કહ્યું છે કે સૂર્યને જળ અર્પણ કરવાથી આપણા શરીરના હાનિકારક તત્વો દૂર થાય છે.

સૂર્યને જળ ચઢાવવાના ધાર્મિક ફાયદાઃ-

– સૂર્યને દેવતા માનવામાં આવે છે, તેમની પૂજા માટે કેટલીય વિધિઓ જણાવવામાં આવી છે. સૂર્ય દેવને દરરોજ જળ અર્પણ કરવાથી આપણી બધી મનોકામનાઓ પૂરી થાય છે. સાથે જ આંખોનું તેજ વધે છે અને ચામડીમાં તેજ ઉત્પન્ન થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે, યશ મળે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને યશ અને માન-સન્માનના કારણભુત ગ્રહ મનાય છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ઉચ્ચનો સૂર્ય હોય તો તે પ્રતિષ્ઠિત અને તેજસ્વી હોય છે. આવા વ્યક્તિને સમાજમાં સન્માનની નજરે જોવામાં આવે છે.

– ત્યાં જ તેનાથી વિરુધ્ધ, નીચેના અથવા અશુભ ફળ આપનાર સૂર્ય હોય તો તે વ્યક્તિને કેટલીય પ્રકારના કલંક સહન કરવા પડે છે. આંખો અથવા ચામડીને લગતા રોગો થઈ શકે છે. તેનાથી બચવા માટે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.

– સૂર્યને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્ય ને ક્યારેય પણ સીધા ન જોવા. જળ અર્પણ કરતી વખતે પાણીની ધારાની વચ્ચેથી ભગવાન ભાસ્કરના દર્શન કરવા. આ રીતે સૂર્યના કિરણોથી તમારી આંખોની જ્યોતિ પણ વધશે. સૂર્યને સવાર-સવારમાં બને તેટલું જલ્દી, મોડામાં મોડું ૭-૮ વાગ્યા સુધીમાં જળ અર્પણ કરવું જોઈએ. વધુ મોડેથી સૂર્યને જળ અર્પણ ન કરવું જોઈએ.

ભગવાન સૂર્ય પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે રવિવારના દિવસે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા ઉપાસના કરવી. તો આ સાથે જ આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. સૂર્યને લગતી વસ્તુઓ જેવી કે પીળા રંગના વસ્ત્રો અથવા અન્ય પીળા રંગની ખાદ્ય સામગ્રીનું દાન કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપવામાં આવે તો શુભ ફળ મળે છે.

– ભગવાન સૂર્યને જળ અર્પણ કરવા માટે ખાસ કરીને તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. લોટામાં શુદ્ધ પાણી ભરવું અને તેમાં ચોખા, કંકુ, ચંદન, ફુલ, ગોળ વગેરેની પૂજા સામગ્રી નાંખવી જોઈએ. અને પછી આ જળ ભગવાન સૂર્યને અર્પણ કરવું જોઈએ.

ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે ભગવાન સૂર્યના મંત્રો જેવા કે

ઓમ ભાસ્કરાય નમઃ
ઓમ રવયે નમઃ

ઓમ આદિત્યાય નમઃ
ઓમ ભાન્વે નમઃ

વગેરે સહિતના મંત્રોના જાપ કરવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો