શરીર ઉતારવા માટેનો સરળ ઉપાય! રાગીનું કરો સેવન, રોગોને રાખે છે દૂર, ફાયદાઓ એટલા કે ગણ્યા નહી ગણી શકાય, જાણો અને શેર કરો
રાગી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જાણો રાગીથી ક્યા ક્યા ફાયદાઓ થાય છે
રાગી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે અને ઘણી ગંભીર બીમારીઓનાં ઇલાજમાં પણ મદદ કરે છે. રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ બનાવી શકીએ છીએ.
રાગી બીજ શું છે?
હવે આપણને કેટલાંય સુપરમાર્કેટ અને કોઇ પણ ઘંટીએથી રાગીનો લોટ મળી શકે છે. હજુ પણ આપણે તેને રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેતા નથી.રાગીથી શરીરને કેવા લાભ મળે છે તે આજે જોઇએ.
કેલ્શિયમનો સ્ત્રોત
આપણને કેલ્શિયમની વાત આવે એટલે દૂધ અને દહીં જ યાદ આવે, પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે, જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે તેમને રાગીના લોટમાંથી કોઈ પણ વસ્તુ તૈયાર કરીને ખવડાવી શકાય છે.
ડાયાબિટીસ પણ કરે છે કંટ્રોલ
ફાઈબરના ઊંચા પ્રમાણના કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે િરલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડ શુગરનું લેવલ જાળવી રાખે છે.
ત્વચા માટે પણ લાભકારક
રાગી યુવાન ત્વચાની જાળવણી માટેનું કામ કરે છે, તેમાં રહેલ મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ ઘટાડે છે.
વિટામિન-ડી યુક્ત
રાગી એ થોડાંક એવાં કુદરતી અનાજ પૈકીનું એક છે, જે વિટામિન-ડી ધરાવે છે. જે આમ તો મોટા ભાગે સૂર્યપ્રકાશ અથવા ઇંડામાંથી જ મળે છે. શાકાહારી વ્યક્તિ માટે રાગી વિટાિમન-ડીનો સારો સ્રોત બની શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
લાંબા સમય સુધી તે પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. વખત જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..