સવારે નાસ્તામાં પૌઆ ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, રોજ ખાવાથી ધટશે વજન

મોટી સંખ્યામાં ભારતીયો સવારે નાસ્તામાં પૌઆનો ઉપયોગ કરે છે. જોકે માર્કેટમાં ટેસ્ટી અને હેલ્દી બ્રેકફાસ્ટના નામે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે નાસ્તામાં આજે પણ ભારતીયોની પહેલી પસંદ પૌઆ છે. ડાઇટીશિયન અને હેલ્થ એક્સપર્ટના અનુસાર પણ પૌઆ સૌથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પૌઆમાં 76.9 ટકા કાર્બોહાઈડ્રેટ્સ અને 23.1 ટકા પ્રોટીન હોય છે. જે તેને એક સ્વાસ્થ્ય માટે ઉત્તમ નાસ્તો બનાવે છે અને જેના ઉપયોગથી તમને વહેલી સવારે શક્તિ મળે છે. પૌઆને ચોખાને કૂંટીને બનાવવામાં આવે છે અને તે પાચનમાં સરળ હોય છે. એટલે જ પેટ પર દબાણ રહેતું નથી અને તમને તમારું પેટ ફૂલેલૂં લાગતું નથી.

આવો જાણીએ પૌઆના ફાયદાઓ
પૌઆ વજન ઓછું કરવામાં ફાયદાકારક હોય છે, તેમજ આ પોતે જ એક પૂર્ણ આહાર છે. આમાં ભારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ, આયરન અને ફાઇબર હોય છે. સાથે જ તેમાં ઓક્સીડેંટ અને જરૂરી વિટામીન પણ પૂરતા પ્રમાણમાં હોય છે. આમા ઇંસુલિન ન હોવાને કારણે પૌઆ વજન ઓછું કરવામાં મદદ કરે છે.

હળવો ખોરાક
પૌઆ ખૂબ જ હળવો આહાર હોય છે અને તેને આછી માત્રામાં પીરસવામાં આવે છે પણ તેને ખાવાથી આખા દિવસ માટે એનર્જી મળે છે. પૌઆ એક એવો વિકલ્પ છે જે તમને બપોર સુધીની એનર્જી આપે છે. સવારના સમયે પૌઆનો નાસ્તો પાચન તંત્ર માટે ખૂબ જ સારો હોય છે.

આયરનથી ભરપૂર
નાસ્તામાં પૌઆ લેવાથી આયરનની અછત દૂર થાય છે. પૌઆને ગર્ભવતી મહિલાઓ અને બાળકોને પણ પોતાના ખોરાકમાં સામેલ કરી શકે છે. આયરન એક મહત્વપૂર્ણ મિનરલ છે સાથે હીમોગ્લોબીનના સ્તરને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. પૌઆને મર્યાદિત પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ માટે પોતાનું પ્રાથમિક સ્ત્રોત બનાવી શકો છો. કૂટાયેલા ચોખામાંથી મળેલો કાર્બોહાઇડ્રેટ બીજા વિકલ્પોની તુલનામાં સ્વસ્થ હોય છે.

પોષક તત્વોથી હોય છે ભરપૂર
પૌઆમાં અનેક પ્રકારના શાકને મિક્સ કરવાને કારણે એમાં વિટામિન અને મિનરલ મોટા પાયે મળે છે. તમે આને સ્વાદિષ્ટ અને પ્રોટીન યુક્ત બનાવવા માટે તેની અંદર મગફળીના દાણા અને અંકુરિત દાળોને પણ મિક્સ કરી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી
લોહીમાં શુગરની ધીમી ગતિને વધારવા માટે પૌઆને ડાયાબિટીશના દર્દીઓને આપી શકાય છે. એક વખત તેને ખાદ્યા પછી લાંબા સમય માટે ભૂખ લાગતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો