કડવા લીમડાના 4 પાન ચાવીને ખાઈ લેવાથી કેન્સર થતું નથી, હેલ્થ માટે અત્યંત ફાયદાકારક છે, આ રીતે કરવો તેનો ઉપયોગ

કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. તમે રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને ખાઈ લો તો રોગો તમને અડશે પણ નહીં. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે. જેથી આજે અમે તમને કડવા લીમડાના ફાયદાઓ જણાવીશું.

Home » Lifestyle » Health » Benefits and Uses of Neem Leaves
બહુ જ ફાયદાકારી છે કડવા લીમડાના પાન, વજન ઉતારવાથી લઈ કેન્સર અને ડાયાબિટીસની છે કારગર દવા

વજન ઉતારશે

લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે. 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટ પીઓ.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે

લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.

કેન્સર સામે રક્ષણ

લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ફાયદો થશે.

માથામાંથી જૂને કરે છે દૂર

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે માથામાં જૂને દૂર કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી માથું ધુઓ.

મચ્છર દૂર કરે છે

નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.

ચહેરાના ડાઘ દૂર કરે છે

લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.

કડવા લીમડાના 4 પાન ચાવીને ખાઈ લેવાથી કેન્સર થતું નથી, વજન ઉતરે છે અને સ્કિન બને છે હેલ્ધી

દાંતના પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક

લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

મલેરિયામાં લાભકારી

1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.

બોડી ડિટોક્સ કરે છે

સવારે ખાલી પેટ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે.

વાળ માટે લાભકારી

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો