ગરમ પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, ફાયદા જાણી આજથી જ શરૂ કરશો પીવાનું
ઈન્ડિયા વરિયાળીનો સૌથી મોટો એક્સપોટર છે. આપણે ત્યાં લોકો જમ્યાં પછી વરિયાળી ખાય છે. આ માઉથને રિફ્રેશ કરે છે, પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી વરિયાળીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નીઝ હોય છે. તેમાં વિટામિન C, આયર્ન, સેલેનિયમ અને મેગ્નીશિયમ પણ હોય છે. તેનાથી તમે સમજી શકો છો કે વરિયાળી કેટલી ફાયદાકારક છે. પરંતુ વરિયાળીનું પાણી તેના કરતા વધુ ફાયદાકારક છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વરિયાળીનું પાણી 2 રીતે તૈયાર કરી શકાય છે. ગરમ પાણીમાં વરિયાળીને થોડી વાર માટે રાખો. પછી તેને ગાળીને પી લો અથવા એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત રહેવા દો અને સવારે ગાળીને પીવો.
આયુર્વેદ એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવે કે આયુર્વેદ મુજબ વરિયાળી ઠંડી તાસીરની હોય છે એટલે ગરમીમાં તેનો ઉપયોગ વધી જાય છે. જોકે, વરિયાળી વાતાનુલોમન એટલે કે ગેસ નીકાળનારી હોય છે. વરિયાળીમાં અનેક એવા પોષક તત્વો હોય છે જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો હોય છે. આ સિવાય તેની ખુશ્બૂ પણ સારી લાગે છે. તે તાજગીનો અહેસાસ કરાવે છે. એટલે તેનો ઉપયોગ ભારતમાં એક શાનદાર માઉથ ફ્રેશનરના રૂપમાં વર્ષોથી કરવામાં આવે છે. ફાઇબર્સની ઉચ્ચ માત્રા તેને પેટના રોગની મહાઔષધિ બનાવે છે.
જાણો, વરિયાળીનું પાણી પીવાના ફાયદા…
વજન ઘટાડવા માટે વરિયાળીનું પાણી ખૂબજ ફાયદાકારક છે. આ એક સાર્કેટબર્નર માનવામાં આવે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી ઝડપથી વેટલોસ થાય છે. તેની અસર 15 થી 20 દિવસમાં જ દેખાવા લાગે છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે તેમાં રહેલું પોટેશિયમ બોડીના બ્લડપ્રેશરને ઓટોમેટિકલી કંટ્રોલ કરે છે. વરિયાળીનું પાણી મોં માંથી આવતી દુર્ગધને પણ દૂર કરે છે.
કબજિયાત અને ગેસની પ્રોબ્લેમમાં વરિયાળીનું પાણી ફાયદાકારક છે. આ પાણી થી પેટ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પેટની પરેશાનીઓને દૂર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..