શિયાળામાં અચૂક ખાઓ આ 5 વસ્તુઓ, ગંભીર રોગો રહેશે દૂર અને મળશે આવા જબરદસ્ત ફાયદા

શિયાળો આવે એટલે દરેકના ઘરમાં હેલ્ધી વસ્તુઓ ખાવાનું શરૂ થઈ જાય છે. ડ્રાયફ્રૂટ્સ, અલગ-અલગ વસાણાં આ સિઝનમાં ખાઈને આખું વર્ષ સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ મળે છે. શિયાળા દરમિયાન વધુ ભૂખ લાગે ત્યારે એવું ખાવું જે શરીર અને સ્વાસ્થ્યને વધુ હેલ્ધી બનાવે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલેરી)ની જરૂર પડે છે માટે જ વારંવાર ભૂખ લાગે છે. આવા વચ્ચેના સમયે એવો ખોરાક ખાવો જે શરીરને ગરમાવો આપે અને સ્ફૂર્તિલું બનાવે. સાથે જ શરીરને શરદી અને ફ્લુથી પણ દૂર રાખે. તો ચાલો જાણી લઈએ આ સીઝનમાં ખાસ ખવાતા કેટલાક ડ્રાયફ્રૂટ્સના ફાયદા.

કિસમિસ

કાળી અને લાલ બન્ને કિસમિસ કબજિયાતમાં અક્સિર છે. પાચનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ અને એસિડિટીમાં, વજન વધારવામાં, તરત એનર્જી મેળવવામાં, એનિમિયાના ઇલાજરૂપે, હાડકાંની મજબૂતી વધારવામાં, આંખોના રક્ષણ અને એના સ્વાસ્થ્ય તથા દાંતના રક્ષણમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

ખજૂર

જો શિયાળા દરમિયાન 2થી 3ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. તે કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર છે અને શરીરને સ્ફૂર્તિ તથા તાકાત આપે છે. તેમાંથી શરીરને ભરપૂર આયર્ન મળતું હોવાથી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

અંજીર

અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડપ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંના દર્દીઓ માટે ઉપયોગી છે. તેમાં શરીરને ઉપયોગી આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ આવેલાં છે. અંજીરમાં ફાઇબર પણ પુષ્કળ હોવાથી કબજિયાતના રોગીને ઉપયોગી છે. વધુ પ્રમાણમાં અંજીર ખાવાથી વજન વધી શકે છે. દિવસમાં 2-3 અંજીર લઇ શકાય. તે દૂધમાં ક્રશ કરીને લઇ શકાય છે.

બદામ

બધાં જ ડ્રાયફ્રૂટ્સમાંથી બદામમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન છે. તે કેલ્શિયમથી ભરપૂર છે. તેની છાલમાં વિટામિન ‘એ’ આવેલું છે. ઉપરાંત તે વિટામિન ‘ઇ’થી ભરપૂર છે. બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે લેવાથી તેમાંના વિટામિન શરીરને વધુ ફાયદો કરે છે. વળી તે સહેલાઇથી પચી જાય છે પરંતુ તેને જે પાણીમાં પલાળી હોય તે પણ પી જવું જોઇએ. આમ, શિયાળા દરમિયાન જો વસાણા મલાઇ વગરના દૂધમાંથી અને ઓછી ખાંડ કે ગોળ નાખીને બનાવવામાં આવે તો વજન વધતું નથી, પણ સ્વાસ્થ્ય ચોક્કસ સુધરે છે.

મુનક્કા

આનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે. સ્કિન હેલ્ધી રહે છે. વાળ કાળા અને ભરાવદાર બને છે. આનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ કિડની અને લીવર પ્રોબ્લેમથી બચાવે છે. આમાં પોટેશિયમ હોય છે. તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કેન્સરથી બચાવે છે. આમાં બીટા કેરોટીન હોય છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે. મોતિયાની પ્રોબ્લેમ થતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો