શિયાળામાં દેશી ઘી ખાવાથી થાય છે આટલા બધા ફાયદાઓ, વિટામીન કે, ડી, ઇ અને એની ઉણપ કરશે પૂરી, થશે અઢળક ફાયદા

શિયાળો શરૂ થતાની સાથે જ લોકો જાત-જાતની વાનગીઓ બનાવે છે અને મસ્ત મજાથી ખાય છે. સરસોનું સાગ, મકાઇના રોટલા, બાજરીના રોટલા અનેક પ્રકારની વાનગીઓ હોય છે. જેનું આપણે શિયાળામાં સેવન કરીએ છીએ. સૌથી મહત્વની વાત છે આ દરેક વાનગીનો સ્વાદ દેશી ઘી વગર પૂરો થતો નથી. પરંતુ શુ તમે જાણો છે કે આ દરેક વાનગી સાથે દેશી ઘી કેમ ખાવામાં આવે છે. તેનો સંબંધ આપણા સ્વાસ્થ્યની સાથે છે. ગરમીની તુલનામાં દેશી ઘીનું સેવન શિયાળામાં વધારે કરવું જોઇએ.

– શિયાળામાં દેશી ઘીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તે શિયાળામાં શરીરને ગરમી પ્રદાન કરે છે.

– દેશી ઘીને બ્રેન ફૂ઼ડ પણ કહેવામાં આવે છે. કારણકે તે આપણા મગજ માટે ખૂબ લાભદાયી હોય છે.

– દેશી ઘીમાં વિટામીન એ હોય છે. જે આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક હોય છે તે આઇ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તે ગ્લૂકોમા દર્દી માટે ખૂબ ફાયદાકારક હોય છે.

– આયુર્વેદમાં ત્રણ પ્રકારના ખાદ્ય પદાર્થોની તાસીર બતાવવામાં આવી છે પહેલી ઠંડી, બીજી ગરમ અને ત્રીજી સામાન્ય. દેશી ઘી ગરમ તાસીર વાળી શ્રેણીમાં આવે છે. જેથી શિયાળામાં ઠંડીથી બચવામાં તે મદદરૂપ સાબિત થાય છે.

– શિયાળામાં શરદી-ઉધરસ વધારે પ્રમાણમાં થાય છે. આયુર્વેદમાં તેનો એક ઉપાય છે ન્યાસા. મતલબ કે દેશી ઘીના થોડાક ટીંપા નાકમાં નાખવામાં આવે છે. આયુર્વેદ નિષ્ણાંતની મદદથી તેની પ્રક્રિયાને સમજવામાં આવે છે.

– દેશી ઘીથી લોહી અને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલ ઓછા થાય છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. દેશી ઘીમાં વિટામીન કે, ડી, ઇ અને એ રહેલા છે. જે બ્લડ સેલથી કેલ્શ્યિમને હટાવે છે તેનાથી બ્લડ સર્કુલેશન પણ સારુ થાય છે.

– શિયાળામાં કબજિયાતની સમસ્યા વધારે પ્રમાણમાં થાય છે. જો તમે સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં બે ચમચી ઘી મિક્સ કરીને પીસો તો તમને સારો અનુભવ થશે. દેશી ઘી પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ થાય છે.

– શિયાળામાં ત્વચા જ નહીં પરંતુ વાળ ડ્રાય થવાની સમસ્યા પણ થાય છે. જેના કારણે વાળ ખરવા લાગે છે. એવામાં જો તમે દેશી ઘીની માલિશ કરો તો આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

– દેશીમાં અનેક પ્રકારના ફાયદા હોય છે. જેમા ગાયના ઘીમાં વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલ્સથી લડે છે અને ચહેરાની ચમકને વધારે દે છે. શિયાળાની ઋતુમાં થનારી ડ્રાયનેસને ખતમ પણ કરે છે. હાર્ટ બ્લોકેજની સમસ્યા માટે પણ દેશી ઘી અસરકારક માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો