ખૂબ જ ગુણકારી છે કોથમીર, દરરોજ સેવન કરવાથી આ બિમારીઓ થશે દૂર, જાણો અને શેર કરો
શાકભાજીમાં કોથમીર નાખવી એક એવી પ્રથા છે, જેના વગર શાકભાજીને અધુરૂ માનવામાં આવે છે. કોથમીર શાકભાજીનો સ્વાદ તો વધારે છે, પરંતુ તેનો લુક પણ ખાસ બનાવે છે.
ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.
લિવરની બિમારીમાં ફાયદાકારક
લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરમાં પૂરતી માત્રામાં એલ્કલૉઇડ અને ફ્લેવોનૉઇડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને મટાડવામાં મદદ કરે છે.
પાચન અને આંતરડાના આરોગ્યને સ્વસ્થ રાખે
કોથમીરના સેવનથી લોકોને પાચન તંત્રમાં ગડબડ અને આંતરડાની બિમારીમાંથી રાહત મળે છે. જેનાથી તમારું પેટ ફિટ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.
વધારે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ
કોથમીરની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તે ફ્રી રેડિકલથી થનારા સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
હાર્ટ એટેકથી થાય છે બચાવ
કોથમીરનું સેવન કરવાથી બિનજરૂરી એકસ્ટ્રા સોડિયમ પેશાબના ભાગેથી શરીરમાંથી બહાર નિકળી જાય છે. જેનાથી શરીર અંદરથી ફિટ રહે છે. કોથમીરનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..