બે લવિંગનું સેવન કરવાથી શરીરમાં થશે અઢળક ફાયદા, દાંતનો દુખાવો, શરદી-તાવ વગેરે નાના મોટા હેલ્થ પ્રોબ્લેમ થશે દૂર

ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતાં લવિંગ ખાવાથી સ્વાદ વધવાની સાથે સાથે આરોગ્ય પણ સારું રહે છે. આયુર્વેદિક ગુણોથી ભરપુર હોવાના કારણે તેનો દવા બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે માત્ર બે લવિંગનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. દાંતનો દુખાવો, શરદી-તાવ વગેરે નાના મોટા હેલ્થ પ્રોબ્લેમ પણ લવિંગથી દૂર થઇ શકે છે. જાણો તેનાથી મળતા અગણિત ફાયદા વિશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પેટમાં એસિડિટીની પરેશાની હોય ત્યારે લવિંગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે એક પેનમાં એક કપ પાણી ઉકાળો. પછી તેમાં બે લવિંગ પીસીને તેનો પાઉડર ભેળવો. જ્યારે પાણીનો રંગ બદલાઇ જાય ત્યારે ગેસ બંધ કરીને પાણી સહેજ ઠંડું કરીને પીઓ.

દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે બે લવિંગને પીસી લો. તૈયાર પાઉડરમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને તેને દાંત પર રગડો.
શરદી કે ખાંસીની સમસ્યા થાય ત્યારે બે લવિંગને ૪-૫ તુલસીનાં પાન સાથે એક કપ પાણીમાં ઉકાળો. તેમાં આવશ્યકતાઅનુસાર મધ ભેળવો. તૈયાર મિશ્રણને ઠંડું કરીને તેનું સેવન કરો.

ઘણીવાર લોકોને મોંમાં ચાંદાની સમસ્યા માટે પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બે લવિંગને હળવાં શેકીને મોંમાં રાખો. ત્યારબાદ મોંમાં લાળ બનતાં તેને થૂંકતા રહો. ખૂબ જ જલદી ચાંદામાંથી રાહત મળશે.

આજ કાલ ભાગદોડ ભરેલી જિંદગીમાં દર બીજી વ્યક્તિ સ્ટ્રેસનો શિકાર થઇ રહી છે. આવા સંજોગોમાં બે લવિંગ, તુલસી અને ફુદીનાનાં ૭-૮ પત્તાં અને એક નાની ઇલાઇચીને પાણીમાં ઉકાળો. તૈયાર મિશ્રણ પીવાથી મન શાંત થશે અને તણાવ ઘટશે.

ગરદનમાં દર્દ થવાની સમસ્યા હોય ત્યારે બે લવિંગને પીસી લો. તૈયાર પાઉડરને એક ચમચી સરસવના તેલમાં મિક્સ કરીને હળવા હાથે ગર્દનનો મસાજ કરવાથી દર્દમાંથી રાહત મળે છે.

માથાનો દુખાવો થતો હોય ત્યારે બે લવિંગ અને એક ચપટી કપૂરને પીસી લો. તૈયાર લવિંગ પાઉડરને એક ચમચી નારિયેલ તેલમાં ભેળવીને માથાની હળવા હાથે માલિશ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો