ઉનાળામાં રોજ છાશ પીવાથી તમારા શરીરને થશે આટલા બધા ફાયદા, જાણો વિગતે..
ગરમીઓમાં વધારેમાં વધારે તરલ પદાર્થોનું સેવન કરવું જોઇએ. તેમાં છાશ સૌથી બેસ્ટ છે. તે પીવામાં તો ટેસ્ટી લાગે જ છે આ સાથે જ તેના ફાયદા પણ અગણિત છે. છાશમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.
શું તમને ખબર છે કે છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ જણાવાયુ છે? હવે જ્યારે તમને મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી એસિડિટી થઈ જાય તો કોઈ દવા લેવાને બદલે ગ્લાસ ભરીને છાશ પી લેજો. દહીંમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ. તે ભોજનની સાથે સાથે પરફેક્ટ સહાયક પણ છે. વળી જ્યારે કાળઝાણ ગરમીમાં તો બીજુ કોઇ પણ પીણું છાશ જેવી ઠંડક આપી જ ન શકે..
ગરમીમાં છાશ પેટની બિમારીઓને પણ દૂર કરે છે. તેનાથી પાચનક્રિયા ઠીક રહે છે. છાશમાં મીઠું નાંખીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે. પેટમાં બળતરા, એસિડિટીની સમસ્યા થઇ જાય તો છાશ પીવાથી રાહત મળે છે. છાશમાં હેલ્ધી બેક્ટેરિયા અને કાર્બોહાઇડ્રેટ્સ રહેલા છે. આ સાથે જ છાશ વિટામિન સી, એ, ઇ અને બીનો પણ ઉત્તમ સ્ત્રોત છે. ડૉક્ટર પણ છાશ પીવાની સલાહ આપે છે. તેનાથી હાડકાં મજબૂત રહે છે. છાશમાં આયર્ન, ઝિન્ક અને પૉટેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે જેનાથી વજન પણ વધતું નથી.
છાસ પીવાથી તમારા શરીરને થશે આટલા બધા ફાયદા
– જો તમને જમ્યા પછી એસિડિટીની તકલીફ રહેતી હોય તો, તમારા ભોજનમા છાશનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. દહીંમાંથી બનેલી છાશ તમારા પેટનું ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે.
– મસાલેદાર ભોજન પેટમાં બળતરા ઊભી કરે છે, પણ છાશ બળતરાને શાંત પાડવામાં મદદ કરે છે. દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ હકિકતમાં તીખાશ સામે લડવા માટે ઘણી ઉત્તમ છે. તેમાં રહેલુ પ્રોટીન તીખાશને સામાન્ય કરી નાખે છે અને સિસ્ટમને ઠંડી રાખે છે.
– છાશમાં રહેલા તત્વો અપચા સામે રક્ષણ આપે છે અને ખાટા ઓડકાર આવતા અટકાવે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠર રસને વધારે છે. તે પાચનક્રિયા અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
– પુખ્તવયની વ્યક્તિને હાડકાં અને દાંતને મજબૂર રાખવા દરરોજ 1,000થી 1200 મીલી કેલ્શિયમની જરૂર પડે છે. દૂધના એક ગ્લાસમાં 300 મીલી કેલ્શિયમ હોય છે, જ્યારે 1 કપ છાશમાં 420 મીલી કેલ્શિયમ હોય છે. તમારા રોજના ભોજનમાં માત્ર 1 કપ છાશનો ઉપયોગ કરવાથી કેલ્શિયમનનું પ્રમાણ 350 મીલી સુધી વધી જશે.
– શું તમે ફૂડ કોમાની ફિલિંગ વિશે જાણો છો? ભોજન પછી છાશ પીવાથી તમને સારું લાગશે. તેલ, માખણ અને ઘી તમારી અન્નનળી અને પેટને જકડી લે છે, ત્યારે છાશ તમને હળવાશનો અનુભવ કરાવશે.
– છાશમાં પ્રોટિન, પોટેશિયમ અને વિટામીન બીનું સારું એવું પ્રમાણ હોય છે. આ દરેક તત્વોમાં મોટાપ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ પોષક તત્વો રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. ઊંઘ સારી આવે છે, હોર્મોન સિન્થેસીસ વધારે છે અને બીજા પણ ઘણાં ફાયદા છે.
– એક સ્ટડી મુજબ છાશમાં રહેલી દૂધની ચરબીમાં અદ્ભૂત બાયોએક્ટિવ પ્રોટિન હોય છે જે કોલેસ્ટોરલને ઓછું કરે છે, તેમાં એન્ટીવાઈરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સિનજેનિક તત્ત્વો હોય છે. સ્ટડીમાં એ પણ જણાયું છે કે દરરોજ છાશ પીવાથી બ્લડ પ્રેશર પણ ધીરે ધીરે ઓછુ થાય છે.
– જો તમે ગરમીમાં બહાર જઈ રહ્યા હોય તો છાશની બોટલ ભરીને સાથે લેતા જાઓ કે પછી ઘરે આવો ત્યારે ગ્લાસ ભરીને છાશ પીવો. દહીં અને પાણીના આ મિશ્રણમાં મીઠું અને મસાલો નાંખીને પીવો, તેનાથી શરીરમાં ઘટેલા પાણીના જથ્થાની ભરપાઈ તાત્કાલીક થઈ જશે અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ થશે.
– જે લોકો લેક્ટોસ ઈનટોલરન્ટ (દૂધમાં રહેલી શર્કરાથી સમસ્યા) હોય તેમને પણ છાશ પીવાથી કોઇ સમસ્યા થતી નથી. જો તમે પણ દૂધને બદલે છાશ પીને કેલ્શિયમની ઉણપ દૂર કરી શકો છે.
મસાલા છાશ બનાવવાની રીત:
400 મીલી દહીં, 1 ચમચી સિંધાલુણ, 1 ચમચી ચાટ મસાલા, આદુનો અડધો ટુકડો, 2 લીલા મરચાં (સારી રીતે સમારેલાં), થોડી હિંગ, મીઠું (સ્વાદ મુજબ), 1 ચમચી લીબુંનો રસ, મીઠા લીંબડાના થોડા પત્તા, 2 ચમચી કોથમીર.
લીલાં મરચાં, કોથમીર, આદુ અને 2-3 મીઠાં લીંબડાના પાનને મિક્ષરમાં નાખી એકરસ થઇ જાય ત્યાં સુધી ક્રશ કરો. તેમાં દહીં ભેળવો અને બરાબર મીક્ષ કરો. આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો. તેમાં ચાટ મસાલા, સિંધાલુંણ, મીંઠું, લીંબુનો રસ અને હિંગ નાંખી તેને બરાબર મિક્સ કરો. ફ્રિજમાં રાખી ઠંડુ કરો. તેમાં મીઠા લીબંડાના પાન અને કોથમીર નાખીને સર્વ કરો.