કાળા મરી રામબાણ દવાની જેમ કામ કરે છે, આ 7 સમસ્યાઓમાં કરો તેનો ઉપયોગ
કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કાળા મરીમાં રહેલાં તત્વો ઝડપથી તકલીફો દૂર કરે છે, જાણો તેના ફાયદા અને ઉપયોગ
-ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હોય તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઊંઘ પણ સારી આવશે. થોડો આદુ તથા 3-4 મરી ભેગા કરી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.
-શીતપિત્ત થયું હોય તો 4-5 કાળા મરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે.
-ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.
-હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે.
-કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.
-કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો….
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..