એક નહીં પણ અનેક તકલીફોનો ઉકેલ છે ફટકડી, જાણો ફટકડીના ફાયદા
કોરોના કાળમાં ગળા અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દૂર કરવા માટે લોકોને ફટકડીના કોગળા કરવાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક લોકો ફટકડીનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. અલબત્ત, આવી રીતે ફટકડીનો ઉપયોગ નવી બાબત નથી. આવી તકલીફો દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. ફટકડીના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. આજે આપણે ફટકડીથી થતા લાભની ચર્ચા કરીશું.
દાંત અને મોઢાની દુર્ગંધ દૂર કરે
દાંતના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ફટકડીનો ઉપયોગ થઈ શકે છે. ફટકડીના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખી થોડીક મિનિટ કોગળા કરો. જો તમારા મોઢામાંથી વાસ આવતી હોય તો તે દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે.
ઇજામાં રાહત આપે
ફટકડીનો ઉપયોગ શરીરના કોઈપણ ભાગમાં લોહી નીકળતું અટકાવવા માટે થઈ શકે છે. ઇજા પર ફટકડીનો ટુકડો લગાવવાથી લોહી વહેવું બંધ થાય છે.
કરચલી દૂર કરે
કટકડીનો ઉપયોગ ચહેરા અથવા હાથ અને પગની કરચલીઓ ઓછી કરવા માટે પણ થઈ શકે છે. આ માટે ફટકડીના ટુકડાથી થોડીવાર માટે ચહેરા અને હાથ અને પગની માલિશ કરો અને પછી પાણીથી ધોઈ લો.
પાણી સ્વચ્છ કરે
ઘણા લોકો વોટર પ્યુરીફાયરનો ઉપયોગ કરતા નથી. તેઓ ગંદુ પાણી પીવા મજબૂર હોય છે. આવી સ્થિતિમાં પાણી શુદ્ધ કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ થઈ શકે છે. ફટકડીના ટુકડાને પાણીમાં ડુબાડી અડધો મિનિટ સુધી ફેરવવી જોઇએ. ત્યાર બાદ થોડા સમય માટે ઢાંકીને રાખો. થોડા સમયમાં જ પાણીમાં રહેલી ગંદકી તળિયે બેસી જશે.
પરસેવાની વાસ દૂર કરે
કેટલાક લોકોના પરસેવામાંથી ખૂબ વાસ આવે છે. તે દૂર કરવા માટે નહાવાના પાણીમાં બે ચપટી ફટકડીનો પાઉડર નાખી દો. શરીરમાં પરસેવાની દુર્ગંધથી છુટકારો મળી જશે.
માથાની ગંદકી અને જુ દૂર કરે
માથામાંથી ગંદકી અને જૂ દૂર કરવા માટે પણ ફટકડીની મદદ લઇ શકાય છે. આ માટે ફટકડીને પીસીને પાણીમાં મિક્સ કરી લો, ત્યારબાદ આ પાણીથી માથા અને વાળને ધોઈ લો.
બ્લડ ક્લોટિંગને રોકે
કોઈ કારણોસર ઇજા થાય પરંતુ ઇજા ક્યાં થઈ છે, તે દેખાય નહીં તેવી સ્થિતિમાં લોહી ગંઠાઈ જતું રોકવા માટે ફટકડીનો ઉપયોગ થઈ શકે છે. એક ગ્લાસ હુંફાળા દૂધમાં અડધી ચમચી ફટકડી પાઉડરનું સેવન કરી શકાય. તેનાથી બ્લડ ક્લોટિંગનો ખતરો ઓછો થઈ જશે.
દાઢી કર્યા બાદ
શેવ કર્યા બાદ ફટકડીના ટુકડાને શેવ કરી છે તે સ્થળે ઘસો. આ એન્ટિસેપ્ટિક જેવું કામ કરે છે. તેનાથી ઇન્ફેક્શન થવાનો ખતરો રહેતો નથી. દાઢી કરતી વખતે ચહેરા પર કટ આવે તેવી સ્થિતિમાં પણ ફટકડીનો ઉપયોગ કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..