200થી વધુ બીમારી સામે રક્ષણ આપે છે એલોવેરા શરબત, બનાવવાની સરળ રીત જાણો અને શેર કરો

એલોવેરા એક એવો છોડ છે જે તમને દરેક ઘરે મળી રહેશે. તેના અનેક ઔષધિય ગુણો(Benefits of Aloe vera)ના કારણે લોકો તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરે છે. એલોવેરાના ઉપયોગ(Uses of Aloe vera)થી ત્વચા સંબંધિત સમસ્યાઓ, પેટ સંબંધિત બીમારીઓ, દાંતોની સમસ્યાઓ, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ તરીકે કાર્ય કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એલોવેરા શરબત પેટ સંબંધિત 200થી વધુ બીમારીઓ દૂર કરે છે. તો આવો જાણીએ એલોવેરા શરબતના સેવન (Benefits of Aloe vera Sharbat)થી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે.

કબજીયાતથી મળશે છૂટકારો
જો તમને કબજીયાતની સમસ્યા છે કે પેટ સંબંધિત કોઇ સમસ્યા છે તો તમે ખાલી પેટ એલોવેરાના શરબતનું સેવન કરી શકો છો. પાણીની સાથે શરબતનું સેવન કરવાથી પેટ સાફ થઇ જશે. આ સાથે જ શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢી કબજીયાતમાં છૂટકારો અપાવશે.

માથાના દુખાવામાં રાહત
જો તમને અવારનવાર માથાનો દુખાવાનો થાય છે તો તમે એલોવેરાનો શરબત ખાલી પેટે પી શકો છો. તેનાથી તમારા માથાના દુખાવાથી સમસ્યાથી રાહત મળશે.

શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢશે
આપણી બદલાતી જીવનશૈલીમાં યોગ્ય ડાયટ અને પોષકતત્વો ન મળવાથી શરીરની અંદર અનેક ઝેરી તત્વો ઘર બનાવી લે છે. આ ઝેરી તત્વોથી માત્ર પેટ જ નહીં, પરંતુ સ્કીન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. એલોવેરા શરીરને ડિટોક્સીફાઇ કરે છે અને આ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે.

લોહીની ઉણપ પૂરી કરશે
એલોવેરા શરબત ખાલી પેટ પીવાથી રેડ બ્લડ સેલ્સની સંખ્ય વધે છે. એવામાં જો શરીરમાં લોહીની ઉણપ છે તો આ શરબતનું સેવન રોજ ખાલી પેટ કરવું જોઇએ.

દૂર થશે ભૂખ ન લાગવાની સમસ્યા
જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા છે તો એલોવેરા શરબત તમારા માટે રામબાણ ઇલાજ છે. પેટ સાફ ન આવવાથી તમારી ભૂખ પર સીધી અસર થાય છે. જ્યારે તમારું પેટ સાફ થશે તો તમને ભૂખ પણ સરળતાથી લાગશે.

વજન ઘટાડવા માટે એલોવેરા શરબત
એલોવેરા શરબત એન્ટિ ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. એલોવેરામાં અન્ય ઘણા એક્ટિવ કમ્પોનેન્ટ રહેલા છે. જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જે આપણી સિસ્ટમને અંદરથી સાફ કરે છે, જેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. એલોવેરા શરબત શરીરમાં મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જે લોકોની પાચનપ્રક્રિયા યોગ્ય રીતે કામ કરતી નથી, તેમને હંમેશા કબજીયાત રહે છે અને તેથી તેમનું વજન વધવા લાગ છે. તેવામાં એલોવેરા દ્વારા ખોરાક સરળતાથી પચાવે છે અને પેટની બીમારીઓ દૂર થશે. જે તમારુ વજન ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થશે.

આંતરડાઓ રહેશે સુરક્ષિત
એલોવેરા શરબત પીવાથી પેટની બિમારીઓ દૂર થઇ જાય છે. રોજીંદા એલોવેરા જ્યુસના સેવનથી પેટના તમામ બેક્ટેરીયા મરી જશે અને આંતરડાઓ સુરક્ષિત રહે છે. તેનાથી તમે ડાયરિયા અને પેટના કેન્સર જેવી બીમારીઓથી દૂર રહેશો.

એલોવેરા શરબત બનાવવાની રીત

સામગ્રી

એલોવેરાના પાન – 1
લીંબુનો રસ – 2 મોટી ચમચી
પીસેલો ગોળ – 1 ટી સ્પૂન

મધ – સ્વાદ અનુસાર
ઠંડુ પાણી – ¾ ગ્લાસ
જીરૂ – ½ નાની ચમચી

લાલ મરચુ – ½
સંચળ – સ્વાદ અનુસાર
ચાટ મસાલો – ½ નાની ચમચી

રીત
સૌ પ્રથમ એક એલોવેરાનું પાન લો અને ચમચી દ્વારા તેની જેલ કાઢી એક બાઉલમાં રાખી દો. હવે એક મિક્સરમાં લીંબુનો રસ, એલોવેરા જેલ અને મધ નાખો. આ સામગ્રીઓની પેસ્ટ બનાવી લો. હવે તેમાં પીસેલો ગોળ નાખી ગ્રાઇન્ડ કરો. ત્યાર બાદ ઠંડુ પાણી નાખીને ગ્રાઇન્ડ કરો.

હવે એક પેન લો અને તેમાં લાલ મરચું અને જીરૂ શેકી લો. ત્યાર બાદ જીરૂ અને મરચાને પીસી લો. એક ગ્લાસ લો અને તેમાં સંચળ, ચાટ મસાલો અને શેકેલું જીરૂ અને મરચાનો પાઉડર ઉમેરો. હવે એલોવેરાનું મિશ્રણ ગ્લાસમાં નાખી સારી રીતે મિક્સ કરો. તમારું શરબત તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો