ચારકોલ પાઉડર પેટ, વાળ અને સ્કિનની સમસ્યાઓને કરી દેશે દૂર, કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જાણો અને શેર કરો

એક્ટિવેટેડ ચારકોલ ઉપયોગ આજકાલ ખૂબ જ વધી ગયો છે. તો ચાલો જાણીએ તમારી કઈ સમસ્યાઓમાં બેસ્ટ ફાયદા આપે છે આ વસ્તુ.

ચારકોલના ફાયદા
ચારકોલ કાર્બનનો સૌથી શુદ્ધ ફોર્મ છે. જે સ્કિનમાં રહેલી ગંદકી, ધૂળ વગેરે દૂર કરે છે. એક્ટિવેટેડ ચારકોલ નોર્મલ ચારકોલથી અલગ હોય છે. તમે મેડિકલ શોપ પરથી તેને ખરીદી શકો છો. પાણીને શુદ્ધ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

એક્ટિવેટેડ ચારકોલ બોડીમાં રહેલાં હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઘણાં પ્રકાર હોય છે. મુખ્ય રીતે તેનો ઉપયોગ શરીરના હાનિકારક તત્વો દૂર કરવા અને બોડીને હેલ્ધી રાખવા માટે કરવામાં આવે છે. ઘણાં ઘરેલૂ ઉપાયો માટે પણ એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે.

ફેસવોશથી લઈને ફેસપેક, સ્ક્રબ સહિતની ઘણી બ્યૂટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. તે ન માત્ર સુંદર બનાવવામાં મદદ કરે છે પણ તેના કેટલાક હેલ્થ બેનિફિટ્સ પણ છે અને સાથે જ તે દાંતને પણ હેલ્ધી અને સફેદ બનાવે છે.

બ્લોટિંગ દૂર કરે છે
પાણીમાં ચપટી એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને પીવાથી બ્લોટિંગ એટલે કે ગેસની સમસ્યા દૂર થાય છે. સાથે જ પેટમાં રહેલી ગંદકી સાફ કરવામાં પણ તે મદદ કરે છે. તેનાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ફંક્શન સુધરે છે. જ્યારે પણ બ્લોટિંગનો પ્રોબ્લેમ થાય ત્યારે આ ઉપાય કરી શકાય છે. પણ એક્ટિવેટેડ ચારકોલ લેતા પહેલાં એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા
ઘણી મહિલાઓ અને છોકરીઓના અંડરઆર્મ્સ એકદમ કાળા થઈ જતાં હોય છે. તેના માટે 1 ચમચી મધમાં 3 કેપ્સ્યૂલ એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને અંડરઆર્મ્સ પર લગાવો. 20 મિનિટ રાખીને પાણીથી ધોઈ લો. આ ઉપાયથી કાળાશ દૂર થશે અને સ્કિન ગોરી બનશે.

દાંતને સાફ કરે છે
દાંતની ગંદકી એબ્સોર્બ કરવા અને દાંત પરના પીળા ડાઘ દૂર કરવા એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરી શકાય છે. પાણીમાં એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને તેના કોગળા કરવાથી અથવા તેને ટૂથપેસ્ટમાં મિક્સ કરીને દાંત ઘસવાથી ફાયદો થાય છે. તેનાથી પાન-મસાલાના હઠીલા ડાઘ પણ દૂર થઈ જાય છે.

ખીલ દૂર કરે છે
સ્કિન પર એક્સ્ટ્રા ઓઈલ જમા થવાને કારણે ખીલની સમસ્યા વધે છે. એક્ટિવેટેડ ચારકોલને નારિયેળ તેલમાં મિક્સ કરીને ખીલ પર 30 મિનિટ લગાવી ચહેરો ધોઈ લેવો. આ ઉપાયથી ખીલ દૂર થઈ જશે.

ડેન્ડ્રફ અને ઓઈલી હેઅર માટે
તમારા શેમ્પૂમાં થોડો એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને વાળ ધોવાથી ડેન્ડ્રફ, રેડનેસ, ઓઈલી અને ઈચી સ્કેલ્પની સમસ્યા દૂર થાય છે. તમે એક્ટિવેટેડ ચારકોલ સોપનો ઉપયોગ પણ સ્કિન અને વાળ માટે કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો