શરદી, જામેલો કફ, સોજા, બોડી પેઈન સહિત અનેક તકલીફોને ચપટીમાં મટાડી દેશે આ રસ, તેના ઉપાયો કરશો તો અનેક બીમારીઓ રહેશે દૂર

આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. જાણો તેના ફાયદા અને ઉપાય.

અનેક તકલીફોમાં રામબાણ છે આ ઔષધી
આદુમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે અને ઝડપથી અસર કરે છે. સાથે જ આદુના રસમાં મધ અને અન્ય કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પ્રયોગ કરવાથી શ્વસન, યૂરિન, સોજા, બોડી પેઈન, કફ વગેરે જેવી તકલીફોમાં ફાયદો થાય છે.

આદુના રસના કારગર ઉપાયો

આદુનો રસ અને કપૂર- આદુના રસમાં કપૂર મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપને દુખાવાવાળા ભાગે લગાવો. તરત આરામ મળશે.

આદુ-તુલસીનો રસ- 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 10-15 તુલસીના પાનનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.

આદુ-ફુદીનાનો રસ- 1-1 ચમચી આદુ અને ફુદીનાનો રસ લો અને તેમાં ચપટી સિંધાલૂણ મીઠું નાખીને પીવો. પેટ દર્દ દૂર થશે.

આદુનો રસ અને સાકર- 2 ચમચી આદુના રસમાં 1 ટુકડો સાકર મિક્સ કરી સવાર-સાંજ લેવાથી યૂરિન પ્રોબ્લેમ્સમાં લાભ થાય છે.

આદુનો રસ અને ગોળ- 2-3 ચમચી આદુના રસમાં થોડો ગોળ મિક્સ કરીને રોજ સવારે પીવાથી સોજાની તકલીફ દૂર થાય છે.

આદુનો રસ અને તલનું તેલ- 1 કપ આદુના રસમાં અડધો કપ તલનું તેલ મિક્સ કરી ગરમ કરો. પછી તેને લગાવવાથી દર્દ ઝટથી ગાયબ થશે.

આદુનો રસ અને નવશેકું પાણી- 1 ચમચી આદુના રસને અડધો કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

આદુ-લીંબુનો રસ- 4 ચમચી આદુનો રસ, 4 ચમચી મધ, 2 ચમચી લીંબુનો રસ 1 કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી લાભ થશે.

આદુનો રસ અને મધ- 2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવાથી લોહી સાફ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો