ગુજરાતના નેશનલ લેવલના બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

ગુજરાતના નેશનલ લેવલના બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષનું મહેસાણા જતા માર્ગ અકસ્માત નડતા મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, બાસ્કેટ બૉલની પ્રેક્ટિસ કરીને ઘરે પાછા ફરતી વખતે બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષને માર્ગ અકસ્માત નડ્યો હતો કે જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવતા બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. મહેસાણા પહોંચ્યા બાદ ટીમના સભ્યો અને સામાજિક કાર્યકરો દ્વારા દક્ષના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષના પિતાએ અંગદાનની સંમતિ દર્શાવતા કહ્યું હતું કે, મારો દીકરો દક્ષ બ્રેઈનડેડ થયો છે. પરંતુ તેના અંગો અન્ય જરૂરિયાતમંદોને મદદમાં આવે તો તેમને નવજીવન મળશે. જેના થકી મારો પુત્ર અન્ય જીવમાં જીવતો રહેશે. માટે હું મારા દીકરાનું અંગદાન કરવા તૈયાર છું. ત્યારબાદ દક્ષને 27મી ડિસેમ્બરના રોજ મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રિ-ટ્રાઈવલ સેન્ટરમાં લવાયો. આજે અહીં સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષની બંને કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જે ટૂંક સમયમાં જ જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

વધુ મળતી માહિતી મુજબ, ગુજરાતના બાસ્કેટ બૉલ પ્લેયર દક્ષના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારો દીકરો દક્ષ રાષ્ટ્રીયસ્તરની બાસ્કેટ બૉલ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. જે માટે તે સતત દિવસ-રાત પ્રેક્ટિસ કરીને પોતાની કારકિર્દીને બાસ્કેટ બૉલ ક્ષેત્રમાં ઉજ્જવળ બનાવા માગતો હતો. પરંતુ, પ્રેક્ટિસ કરીને ઘરે પાછા ફરતી વખતે દક્ષને માર્ગ અકસ્માત નડ્યો કે જેમાં તે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. દક્ષનો અકસ્માત થતા તેને સારવાર અર્થે મહેસાણા લઈ જવામાં આવ્યો હતો કે જ્યાં દક્ષને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. તેના ચહેરાના ભાગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેના માતા-પિતા દક્ષની સૂરત જોવા માટે પણ સક્ષમ નહોતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો