ગ્વાલીયરથી 1323 કી.મીની દંડવત યાત્રા કરીને બાપુ કરશે દ્વારકાધીશના દર્શન, બાપુ લીંબડી નજીક આવેલા ભફૈયા આશ્રમ ખાતે રોકાયા હતાં
અંદાજીત 1323 કી.મીની દંડવત યાત્રા કરીને સંત દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળયા છે. દરેક ધર્મના લોકો પોત પોતાની આસ્થા પ્રમાણે તેમના ઈષ્ટદેવને રીજવવાના પ્રયાસો કરતા હોય છે. ઘણા લોકો પોતાના અટકેલા કામ પુરા થઈ જાય તેના માટે આકરી માનતાઓ રાખતા હોય છે.
રામ પ્રિયદાસ બાપુએ યાત્રાનો પ્રારંભ 1 ઓગષ્ટે કર્યો
સાધુ સંતો પણ ભગવાનને રીજવવા માટે આકરી તપસ્યા કરે છે. એવા જ એક સંત દ્વારકાધીશના દર્શન કરવા માટે ગ્વાલીયરથી દંડવત કરતા કરતા દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળયા છે. ગ્વાલીયરથી રામ પ્રિયદાસ બાપુ જેમની ઉંમર ૬૦ વર્ષ છે. તેઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળયા છે. રામ પ્રિયદાસ બાપુએ આ યાત્રાનો પ્રારંભ તા.1 ઓગષ્ટ 2021ના ગ્વાલીયરના મોરેનારથી કર્યો હતો.
બાપુ લીંબડી નેશનલ હાઈવે નજીક આવેલા ભફૈયા આશ્રમ ખાતે રોકાયા
રામ પ્રિયદાસ બાપુ એકલા જ આ યાત્રા કરી કરી રહયા છે તેમની સાથે કોઈ સેવક નથી. યાત્રા દરમ્યાન બાપુ લીંબડી નેશનલ હાઈવે નજીક આવેલા ભફૈયા આશ્રમ ખાતે રોકાયા હતા. અંદાજીત 1323 કી.મીની દંડવત યાત્રા કરીને તેઓ દ્વારકાધીશના દર્શન કરશે. આ યાત્રા ઉદ્દેશ્ય વિષે તેમને પુછતા તેમણે જણાવ્યું કે માત્ર મનમાં વિચાર આવ્યો કે દ્વારકાધીશના દર્શન કરવા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..