વડોદરાની ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચૂનો લગાવ્યો, CBIની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન ચાલું, મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતા
વડોદરામાં એક ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચુનો લગાવ્યો છે. જેના કારણે CBIની ટીમે વડોદરામાં ધામા નાંખી દીધા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડ મામલે CBIમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે. CBIની 5 ટીમે અમદાવાદ અને વડોદરામાં સઘન સર્ચ ઑપરેશન ચાલું કરી દીધું છે. આવનારા સમયમાં આ કેસમાં કોઈ મોટા ખુલાસા સામે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. છેત્તરપિંડીના આરોપસર વડોદરાની ખાનગી કંપની અને તેના ભાગીદારો, જામીનદારો તથા અન્ય લોકો સામે કાયદેસરની ફરિયાદ કરી છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન તરફથી બેંક ઓફ બરોડા, ED, વડોદરાની ફરિયાદ અનુસાર એક ખાનગી કંપની તથા એના ભાગીદારો, જામીનદાર તથા અજાણ્યા સેવકો સહિત અન્ય કેટલાક લોકો સામે કાયદેસરની ફરિયાદ થઈ છે. કંપનીએ કરેલા કૌભાંડને કારણે બેંકને રૂ.40.72 કરોડનું મોટું નુકસાન થયું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2017થી 2021 દરમિયાન બેંકે કંપની માટે જુદી જુદી ક્રેડિટ સુવિધા મંજૂર કરી દીધી હતી. પણ ઉધાર લેનાર કંપનીએ બેંક સ્ટોક સ્ટેટમેન્ટ અથવા સીએ પ્રમાણિત બુક ડેટ જમા કરાવ્યા નથી. બેંકે શરૂ કરેલા યુનિટ નિરિક્ષણ સમયે બેંક સાથએ અનુમાનિત માલ સ્ટોક કથિત રીતે ઉઘાર લેનાર કંપની પાસે ન હતા. બેંકમાંથી કંપનીએ સુવિધા લેવા માટે ખાતાની કેટલીક બુકમાં હેરાફેરી કરી દીધી હતી. પછી ફંડ ડાઈવર્ટ કરી દીધું હતું. જેના કારણે બેંકને અંદાજીત રૂ.40.72 કરોડનું મોટું નુકસાન થયું હતું. પછી ટીમે અમદાવાદ અને વડોદરા સહિત પાંચ સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઉપરાંત કેટલાક ગુનાહિત દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. આવનારા દિવસોમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય એવું મનાય રહ્યું છે. જોકે હાલમાં શું પગલાં લેવાયા એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી.
માત્ર બેંકને થયેલું નુકસાન સામે આવ્યું છે. જોકે, હાલમાં દરેક દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક ફેક ડૉક્યુમેન્ટ પણ મળી આવે એવી પૂરી શક્યતાઓ છે. જોકે, બેંક પણ ખાનગી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરીને પગલાં લઈ શકે છે. હાલ તો આ અંગે કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..